
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્સવ યોજાયો હતો. છેલ્લા 30 વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ એક લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની મોટી થઈને 1000 દુકાનોમાં એ વેચાય છે.
શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા.સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્ટમાં 63,000 મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં 31 કિલોનું એક મિર્ચીવડુ પણ બન્યું હતું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વડું બનાવવા માટે ત્રણ કલાક લાગ્યા હતા.




