
ગૃહમંત્રી પર પણ કર્યા આકરા પ્રહાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની મિમિક્રી કરી કાર્યક્રમમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારું કામ ખૂબ સરળ છે, અમે તેમને પાગલ કરી દઈશું
નવી દિલ્હીના માવલંકર હોલ ખાતે આયોજિત રચનાત્મક કોંગ્રેસ નેશનલ કન્વેન્શન દરમિયાન કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ, સંસદના વાતાવરણ અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગે વાત કરતા ભાજપ અને સંઘ પર આકરા આક્ષેપો કર્યા હતા.
કાર્યક્રમમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારું કામ ખૂબ સરળ છે, અમે તેમને પાગલ કરી દઈશું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી રાત્રે ઊંઘી શકતા નથી, જેના કેટલાક મુખ્ય અને કેટલાક છુપાયેલા કારણો છે. આ સાથે ગૃહ મંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, જેમને ચાણક્ય અને સરદાર પટેલ કહેવામાં આવતા હતા, તેઓ ક્યાં ગાયબ થઈ ગયા? તેઓ ૨૦ દિવસ સુધી સંસદ ભવનમાં પ્રવેશ પણ કરી શક્યા નહોતા, કારણ કે, તેઓ પહેલીવાર ભારતની અભિવ્યક્તિનો અહેસાસ કરી રહ્યા છે અને સમજી ગયા છે કે, હવે દેશે પોતાની વાત વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
દેશના વાતાવરણ વિશે આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે, આપણા દેશમાં ઘણા લોકો આ ડરપોક તાકાત સામે ડરપોક જેવું વર્તન કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, બ્રિટિશ રાજ સામે આ પ્રકારના સ્ટેન્ડને સમજી શકાય તેમ હતું, પરંતુ આ લોકો જાેકરોના ટોળા જેવા છે. તેમણે આક્ષેપ કર્યો કે, આ લોકોને આપણા દર્શન કે, ઇતિહાસની કોઈ જાણકારી નથી અને જે ભારત સાથે જાેડાઈ શકતો નથી, તે ભારતને સમજી શકતો નથી.
સંઘ અને ઉદ્યોગપતિઓ વિશે બોલતા તેમણે આક્ષેપ કર્યો કે, આરએસએસનો ઉપયોગ મોટા મૂડીપતિઓ દ્વારા કરવામાં આવ્યો છે.
મિસ્ટર અંબાણી અને મિસ્ટર અદાણીએ આરએસએસ પર કબ્જાે કરી લીધો છે. તેમણે દાવો કર્યો કે, પહેલા જે નાના વેપારીઓ, મોચી, સોની અને વણિક સમુદાયના લોકો હતા તે આરએસએસ હતા, પરંતુ જીએસટી અને નોટબંધી દ્વારા તેમને ખતમ કરી દેવાયા. પ્રમોદ મહાજનએ આરએસએસમાં મૂડી નાખી હતી અને ત્યારબાદ તેને આગળ વધારવામાં આવી, જેના કારણે આજે સંઘ અદાણીનો નોકર બનીને રહી ગયો છે.
પોતાના સંબોધન દરમિયાન વિદેશ નીતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ખબર નહીં તેમને ક્યાંથી લાગ્યું કે, ગળે લગાવી લેવું એ જ વિદેશ નીતિ છે. આ કહેતાની સાથે જ તેમણે મંચ પર જ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને મિમિક્રી કરી બતાવી હતી. તેમણે ઉમેર્યું કે, અમે જાેકરોના આ ટોળાને અમારા પર શાસન કે, આદેશ ચલાવવા દેશું નહીં. પ્રેસ કોન્ફરન્સ ન યોજવા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, પહેલા તેમને લાગતું હતું કે, આ એક માર્કેટીંગ સ્ટ્રેટેજી છે, પરંતુ બાદમાં તેઓ સમજી ગયા કે, તેઓ સામનો કરી શકતા જ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈએ પોતાની અભિવ્યક્તિ દબાવવી જાેઈએ નહીં. તેમણે એવો દાવો પણ કર્યો કે, જે દિવસે દેશમાંથી આરએસએસની પણ અભિવ્યક્તિ ખતમ કરવાની વાત આવશે, તે દિવસે તેઓ તેમની પણ રક્ષા કરશે, કારણ કે, દરેક વ્યક્તિને પોતાના દિલની વાત કહેવાનો અધિકાર છે.




