
અભય અને અનાહત પોતપોતાની ફાઈનલ મેચ હાર્યા ભારતે એશિયન ગેમ્સમાં રવિવારે ૨ સિલ્વર મેડલ જીત્યા સ્ક્વોશની મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં અભય સિંહને મલેશિયાના ઈયાન યાઉએ સીધા સેટોમાં ૧૧-૯, ૧૧-૫, ૧૧-૫ થી હરાવ્યો
૨૦૨૬ એશિયન ગેમ્સમાં આજે નવમો દિવસ છે. ભારતીય ખેલાડીઓએ આઠમા દિવસે કુલ ૭ મેડલ જીત્યા હતા, જ્યાં બંને કબડ્ડી ટીમોએ ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. સાતમાં દિવસના અંતે ભારત પાસે ૪ ગોલ્ડ સહિત ૩૦ મેડલ હતા. એશિયાઈ રમતોના નવમા દિવસે ભારતના ખેલાડીઓ ૧૫ રમતોમાં ભાગ લેવા મેદાનમાં ઉતર્યા છે. એથલેટિક્સ, સ્ક્વોશ અને વેઇટલિફ્ટિંગ સહિત અન્ય રમતોમાં ભારતીય એથ્લેટ્સ મેડલ માટે દાવેદારી રજૂ કરી.
ભારતે એશિયન ગેમ્સમાં રવિવારે ૨ સિલ્વર મેડલ જીત્યા. રવિવારે અભય સિંહ અને અનાહત સિંહ સ્ક્વોશમાં પોતપોતાના ફાઈનલ મેચ હારી ગયા. અભય સિંહને મેન્સ સિંગલ્સના ફાઈનલમાં મલેશિયાના એનજી એઇન યોવે ૩-૦ થી હરાવ્યો. જ્યારે, અનાહતને મલેશિયાની શિવાસંગરી સુબ્રમણિયમે ૩-૦ થી માત આપી.
સ્ક્વોશની મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં અભય સિંહને મલેશિયાના ઈયાન યાઉએ સીધા સેટોમાં ૧૧-૯, ૧૧-૫, ૧૧-૫ થી હરાવી દીધો છે. અભયને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
અભય સિંહ બાદ ૧૮ વર્ષની અનાહત સિંહે પણ સિંગલ્સ સ્ક્વોશ સ્પર્ધામાં નિરાશ કર્યા છે. તેમને મલેશિયાની શિવાસંગરી સુબ્રમણ્યમે ૧૧-૪, ૧૧-૪, ૧૧-૭ ના અંતરથી સીધા સેટોમાં ૩-૦ થી હરાવી દીધી. અનાહતને પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
ભારતને દિવસનો બીજાે મેડલ મળ્યો છે. તેના કુલ મેડલની સંખ્યા ૩૨ પહોંચી ગઈ છે. જેમાં ૪ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સામેલ છે. ઈન્ડિયા ૧૨મા સ્થાને આવી ગયું છે.
લોંગ જમ્પર મુરલી શ્રીશંકર અને ડેવિડ સોલોમણે એથલેટિક્સના મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટના ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું. વળી, પીવી સિંધુ બેડમિન્ટનના વિમેન્સ સિંગલ્સનો ક્વાર્ટર ફાઈનલ હારી ગયા છે. તેમને ચીનની ચેન યુફેઈએ ૧૧-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૦ થી હરાવ્યા.
પ્રવીણ હુડ્ડાએ ઉઝબેકિસ્તાનની બોક્સરને ૫-૦થી હરાવીને મહિલાઓની ૬૫ કિગ્રા બોક્સિંગ સ્પર્ધાની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે તેમણે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે.




