
‘હૈવાન’માં જાેવા મળશે અક્ષય કુમારનો ખુંખાર અવતાર ‘હું હંમેશાં સાઇકોનું પાત્ર ભજવવા માગતો હતો’ : અક્ષય કુમાર મેં ‘ભૂત બંગલા’ના સેટ પર અક્ષયને સહજ રીતે બીની પહેરેલો જાેયો અને મને તેનો લુક તરત જ પસંદ આવ્યો : પ્રિયદર્શન ‘હૈવાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં અક્ષય કુમારના અત્યાર સુધી ન જાેયેલા અવતારની ઝલક જાેવા મળી રહી છે. આ સાયકોલોજિકલ થ્રિલરમાં અક્ષય પહેલીવાર સંપૂર્ણપણે નેગેટિવ પાત્રમાં જાેવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર ડાર્ક અને ખતરનાક છે.પોતાનાં પાત્ર વિશે વાત કરતા અક્ષય કુમારે જણાવ્યું કે તેના પાત્રમાં ગ્રે શેડ્સ નથી, તે સંપૂર્ણપણે દુષ્ટ છે. અક્ષયે એ પણ સ્વીકાર્યું કે લાંબા સમયથી તે પડદા પર સાઇકોનું પાત્ર ભજવવા માગતો હતો. અક્ષયે કહ્યું, “ટાઇટલ પ્રમાણે હું ‘હૈવાન’નું પાત્ર ભજવી રહ્યો છું અને મારા પાત્રમાં કોઈ ગ્રે શેડ્સ નથી; તે સંપૂર્ણપણે દુષ્ટ છે. હું હંમેશાં પડદા પર સાઇકોનું પાત્ર ભજવવા માગતો હતો.”અક્ષયે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે એક અભિનેતા તરીકે પોતાની જાતને પડકારવાની તક છે. તેણે કહ્યું, “મારી છેલ્લી ચાર-પાંચ ફિલ્મોમાં મેં કોમેડી, હોરર, એક્શન અને ડ્રામા જેવાં એકદમ અલગ-અલગ જાેનર વચ્ચે કશુંક નવું લાવવાનો પ્રયાસ કર્યાે છે. આ પહેલીવાર છે જ્યારે હું સાચા અર્થમાં દુષ્ટ પાત્ર ભજવી રહ્યો છું. મને સતત મારી જાતને પડકારવી ગમે છે અને ‘હૈવાન’ મારા માટે એ પડકાર છે.”ટીઝરમાં અક્ષયનો લૂક પણ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. બીની પહેરેલા અને ધારદાર નજરવાળા અક્ષયની ઝલક તેના અસ્વસ્થ કરી નાખે તેવા પાત્રનો સંકેત આપે છે. રસપ્રદ વાત એ છે કે આ લૂકે જ દિગ્દર્શક પ્રિયદર્શનને પાત્ર ઘડવામાં પ્રેરણા આપી હતી.પ્રિયદર્શને જણાવ્યું કે તેમણે અક્ષયને ‘ભૂત બંગલા’નાં સેટ પર બીની પહેરેલો જાેયો હતો અને તેમને તેનો લૂક તરત જ ધ્યાનમાં આવી ગયો હતો. જાેકે, જ્યારે તેઓ ‘હૈવાન’ની વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે શરૂઆતમાં અક્ષયને નેગેટિવ પાત્રમાં લેવાનું વિચાર્યું પણ નહોતું.પ્રિયદર્શને કહ્યું, “મેં ‘ભૂત બંગલા’ના સેટ પર અક્ષયને સહજ રીતે બીની પહેરેલો જાેયો અને મને તેનો લુક તરત જ પસંદ આવ્યો. જ્યારે હું ‘હૈવાન’ની વાર્તા સંભળાવી રહ્યો હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે નેગેટિવ પાત્ર ભજવશે. જ્યારે તેણે મને પૂછ્યું, ‘શું હું આ રોલ કરી શકું?’ ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું કે આનાથી મને એક અલગ અક્ષય કુમાર જાેવા મળશે અને એક અભિનેતા તરીકે તેની ક્ષમતા જાણવાની તક મળશે.”




