
એક્ટ્રેસે ખોલ્યું મોટું રહસ્ય કે આવું કેમ થયું? એક જ દિવસે અભિનેત્રી શબાના આઝમીની ૨ ફિલ્મો રિલીઝ! બન્ને ફિલ્મમાં શબાના આઝમી એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે. તે બન્ને ફિલ્મની સ્ટારકાસ્ટનો એક ભાગ રહ્યા છે
સની દેઓલની એક્શન સિક્વન્સ ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ અને ઈમરાન હાશમીની ફિલ્મ ‘આવારપન-૨’ ૧૪ ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ફેન્સનું એક્ઝાઈમેન્ટ આસમાને છે. ખાસ કરીને બન્ને બિગ બજેટ ફિલ્મ પોતાના ચોક્કસ ફેન્સ પર અસર કરે છે ત્યારે બે ફિલ્મમાં કોની ચાલશે અને કોની પીટાશે એના પર ચર્ચા શરૂ થઈ છે. કારણ કે સની દેઓલ અને ઈમરાન હાશમી બન્નેનો ચાહકવર્ગ અલગ છે અને ખૂબ મોટો છે. આ ફિલ્મી ટક્કર વચ્ચે હવે સિનિયર એક્ટ્રેસ શબાના આઝમીએ પોતાની વાત શૅર કરી છે. ખાસ વાત એ છે કે, બન્ને ફિલ્મમાં શબાના આઝમી એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે. તે બન્ને ફિલ્મની સ્ટારકાસ્ટનો એક ભાગ રહ્યા છે. એક જ દિવસે પોતાની બે-બે ફિલ્મ રિલીઝ થતા તેમણે એક સરસ વાત શૅર કરી છે. એક જ સમય પર એકથી વધારે ફિલ્મ રિલીઝ થવાનો જે મામલો છે એ અનોખો છે. ૪૦ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૩માં સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનો રહ્યો હશે. એક સમય હતો જ્યારે અવતાર’,’ માસુમ‘,’ કામયાબ’, ’નઝદિકીયા’ ગણતરીના અઠવાડિયાના ગેપમાં રિલીઝ થઈ ગઈ હતી.આવું એટલા માટે હતું કારણ કે,એકટર એક જ સમયે આઠથી દસ ફિલ્મમાં સાથે કામ કરતા હતા. એક દિવસમાં ડબલ શિફ્ટ કરવી પડતી હતી.આ એ સમયની ઘણી સામાન્ય વાત છે. શબાના આઝમીના જણાવ્યા અનુસાર એ સમયે લોકો શશી કપૂરને ‘ટેક્સી’ કહીને બોલાવતા હતા. કારણ કે, તેઓ એક દિવસમાં ૪થી ૫ શિફ્ટમાં કામ કરતા હતા. મને એ જાેઈને આશ્ચર્ય થતું કે, યુવા કલાકાર પાયાની કોઈ સુવિધા વગર અને ડાયલોગના એ વિશાળ ભંડારની કલ્પના પણ કરી શકે છે અને બોલી પણ શકે છે. જેને કલાકારે ગોખવા પડતા હતા.એક શોટ માટે ઈમોશન્સમાં તૈયાર થવા ૧૦ મિનિટથી પણ ઓછો સમય જતો હતો. ખાસ વાત એ છે કે, ‘આવારાપન-૨’માં શબાના આઝમી ઈમરાન હાશમી સામે નેગેટિવ રોલમાં છે. ‘બટવારા-૧૯૪૭’માં તેનું પાત્ર એક મા નું છે જે ખૂબ જ ઈમોશનલ છે. હવે જાેવાનુ એ રહે છે કે, લોકોને એનું કયુ પાસુ પસંદ આવે છે. ઈમરાનની આ ફિલ્મ ‘આવારપન-૨’ના ગીત ટ્રેન્ડિગ થયા છે. દરેક રીલ્સ અને વિડિયોમાં એ ગીતને લોકો સેટ કરી રહ્યા છે. જ્યારે ‘બટવારા-૧૯૪૭’માં એકથી એક ચડિયાતા સેટનના વખાણ ફેન્સ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ‘આવારાપન-૨’નું શુટિંગ બેંગકોક, મલેશિયા , રાજસ્થાન અને મુંબઈમાં થયું છે. આ પહેલાની પહેલી ફિલ્મમાં મોટાભાગના શુટિંગ લોકેશન રાજસ્થાનના જાેધપુર સિટીના રહ્યા હતા. જ્યારે વિદેશના સીન થાઈલેન્ડના રહ્યા હતા. આ વખતે મલેશિયા સિટીના લોકેશન જાેવા મળવાના છે. સૂત્રો ત્યાં સુધી કહે છે કે, મલેશિયામાં એક એક્શન સિક્વન્સ પણ શુટ કરવામાં આવી છે.




