
ઇન્ટિમેટ સીન્સ પર રસિકા દુગ્ગલએ આપ્યું નિવેદન ‘મિર્ઝાપુર’ બીનાએ ઈન્ટિમેટ સીન અંગે કર્યાે ચોંકાવનારો ખુલાસો ભારતમાં ફિલ્મે આશરે ૭૦ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશી કલેક્શન ૧૦ કરોડ નોંધાયું છે મિર્ઝાપુર વેબ સિરીઝની સફળતા બાદ હવે આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ‘મિર્ઝાપુર ધ મુવી’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જેને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મમાં ‘કાલીન ભૈયા’ની પત્ની ‘બીના ત્રિપાઠી’નું લોકપ્રિય પાત્ર ભજવનાર અભિનેત્રી રસિકા દુગ્ગલે ફિલ્મ અને સિરીઝમાં શૂટ કરવામાં આવતા ઇન્ટિમેટ (અંતરંગ) સીન્સ અંગે પોતાના અનુભવો શેર કર્યા છે.રસિકા દુગ્ગલે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, હવે પહેલાની સરખામણીએ ફિલ્મોમાં બોલ્ડ કે અંતરંગ સીન્સ શૂટ કરવા ખૂબ સરળ અને સુવ્યવસ્થિત થઈ ગયા છે.ઇન્ટિમેસી કોઓર્ડિનેટરની ભૂમિકા: રસિકાના જણાવ્યા મુજબ, જેમ ડાન્સ સીન માટે કોરિયોગ્રાફરની જરૂર હોય છે, તેમ જ હવે ઇન્ટિમેટ સીન્સ માટે ‘ઇન્ટિમેસી કોઓર્ડિનેટર્સ’ હોય છે. આનાથી કોઈ પણ કલાકાર અસહજ અનુભવતો નથી.વર્કશોપનું આયોજન: શૂટિંગ પહેલાં ખાસ વર્કશોપ યોજવામાં આવે છે, જેમાં ડિરેક્ટરની જરૂરિયાતો અને એક્ટરની કમ્ફર્ટ લિમિટ (સહજતા) અંગે અગાઉથી ચર્ચા કરી લેવામાં આવે છે.અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, જાે કોઈ કલાકાર કોઈ શૂટિંગ પ્રોસેસમાં અનકમ્ફર્ટેબલ અનુભવે, તો સીન શૂટ કરવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવામાં આવે છે. ઉપરાંત, કલાકારોની વિનંતી પર ‘ક્લોઝ્ડ સેટ’ નું આયોજન કરવામાં આવે છે, જેમાં સેટ પર માત્ર જરૂરી ક્રૂ મેમ્બર્સ જ હાજર રહે છે, અને બાકીના લોકોને બહાર મોકલી દેવામાં આવે છે.બોક્સ ઓફિસ પર ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. ભારતમાં ફિલ્મે આશરે ૭૦ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશી કલેક્શન ૧૦ કરોડ નોંધાયું છે. આ સાથે જ ફિલ્મે માત્ર ૨ દિવસમાં વર્લ્ડવાઈડ ¹ ૮૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.




