
ગવર્નર એબોટ અને સેનેટરે ફટકાર લગાવી અમેરિકામાં રિપબ્લિકન નેતાની ભારતીય વિદ્યાર્થીઓ સામે વાંધાજનક ટિપ્પણી ફૂટબોલ મેચમાં એશિયન અમેરિકન વિદ્યાર્થીઓના ફોટા પર રિપબ્લિકન ઉમેદવાર બો ફ્રેન્ચે ઝેનોફોબિક પોસ્ટ કરી હતી યુનિવર્સિટી ઓફ ટેક્સાસની ફૂટબોલ મેચ દરમિયાન એશિયન અમેરિકન વિદ્યાર્થીઓના એક જૂથને જાેઈને ઝેનોફોબિક (વિદેશીઓ કે અન્ય જાતિ પ્રત્યે અણગમો દર્શાવતી) પોસ્ટ કરનારા રિપબ્લિકન ઉમેદવાર બો ફ્રેન્ચ સામે તેમની પોતાની જ પાર્ટીના ટોચના નેતાઓ મેદાનમાં આવ્યા છે. બો ફ્રેન્ચ સ્ટેટ રેલરોડ કમિશનમાં જાેડાવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. તેમણે સોશિયલ મીડિયા પર એશિયન અમેરિકન વિદ્યાર્થીઓનો ફોટો શેર કરીને વિવાદ ઊભો કર્યો છે, જેની હવે ભારે ટીકા થઈ રહી છે. બો ફ્રેન્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર સ્ટેડિયમમાં ઉજવણી કરી રહેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મેં સાંભળ્યું હતું કે આ વર્ષે ેં્નો પદવીદાન સમારોહ (ગ્રેજ્યુએશન) આવો દેખાતો હતો. મને વિશ્વાસ નહોતો થતો, પરંતુ આ સમસ્યા હવે કોઈએ કલ્પના કરી હતી તેના કરતાં પણ વધુ ગંભીર બની ગઈ છે.’ આ પોસ્ટ સામે આવ્યા બાદ તરત જ વિરોધનો સૂર ઊઠ્યો હતો.
સિનેટર જાેન કોર્નિને આ પોસ્ટને જાતિવાદી ગણાવીને તુરંત જ તેની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે અન્ય રિપબ્લિકન અધિકારીઓને પણ આ સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું. કોર્નિને લખ્યું કે, ‘આ રાજ્ય સ્તરના હોદ્દા માટેના રિપબ્લિકન ઉમેદવાર છે. શું અન્ય રિપબ્લિકન ચંટાયેલા પ્રતિનિધિઓ આ અસહિષ્ણુતા અને જાતિવાદની નિંદા કરશે, કે પછી આ બધું સામાન્ય બની જાય ત્યાં સુધી મોં ફેરવી લેશે? મહાન રાજકીય પક્ષો આ રીતે જ પોતે જ નષ્ટ થઈ જતા હોય છે.’ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે પણ બો ફ્રેન્ચના આ મેસેજને ફગાવી દેતા કહ્યું હતું કે, ‘આ ફોટો તો ટેક્સાસના લોકો પોતાની કોલેજ ફૂટબોલ ટીમની જીતની ઉજવણી કરવા માટે એકજૂથ થયા છે તે દર્શાવે છે.’
ટેક્સાસ હાઉસના અનેક રિપબ્લિકન સભ્યોએ પણ આ પોસ્ટ સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો. સ્ટેટ પ્રતિનિધિ લેસી હલે ફ્રેન્ચને આ પોસ્ટ હટાવી લેવા વિનંતી કરતા કહ્યું કે, ‘આ પોસ્ટ મારું દિલ તોડે છે. હું આમાં માત્ર કોલેજના બાળકોને પોતાની ટીમને પ્રોત્સાહિત કરતા જાેઉં છું. આમાં મને ટેક્સાસના નાગરિકો દેખાય છે.’ બીજી તરફ, સિનેટર જેરેડ પેટરસને આ પોસ્ટને ‘જાતિવાદી‘ ગણાવીને કહ્યું કે, ‘કોઈ પણ યુવાન ટેક્સન્સને તેમની ચામડીના રંગના આધારે ‘સમસ્યા‘ ગણાવવામાં કંઈપણ ખ્રિસ્તી કે કન્ઝર્વેટિવ મૂલ્ય નથી. આ ૨૦ વર્ષના બાળકો પોતાની યુનિવર્સિટી માટે ચિયર કરી રહ્યા છે, તેઓ કોઈ રાજકીય હથિયાર કે જાતિવાદી હુમલાનું નિશાન નથી.’




