
(નીડર ,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજકાલ દરેક શહેરોમાં પોતાની આગવી મેરેથોન દોડ થાય છે. કુલ ૪૨ કિલોમીટરની નહીં તો સિમ્બોલિક પાંચ-દસ કિલોમીટરની ઇવેન્ટ પણ અવારનવાર થતી રહે છે. આ દોડમાં ભાગ લેનારા લોકો મોટા ભાગે રનિંગ પૂરું કર્યા પછી નાસ્તો કરે છે.
જોકે બીકાનેરમાં થોડા દિવસ પહેલાં બીકાનેર રન ક્લબ દ્વારા યોજાયેલી મેરેથોનમાં લોકો દોડતાં-દોડતાં ખાતા જોવા મળ્યા હતા. એને કારણે સોશયલ મીડિયામાં આ ઇવેન્ટને કચોરી રનનું ઉપનામ મળ્યું હતું. આ રન ક્લબ માત્ર ફિટનેસ-એક્ટિવિટી પર જ નહીં, ફન-એક્ટિવિટી પર પણ ફોકસ કરે છે. આની પાછળનો વિચાર એ છે કે ફન માટે પણ પહેલાં લોકો આ એક્ટિવિટીમાં જોડાય તો ખરા. એક વાર દોડવાનું શરૂ કર્યા પછી એના ફાયદા મળતાં આપમેળે વ્યક્તિઓમાં ફિટનેસ માટેની જાગૃતિ આવી જશે. બીકાનેરમાં યોજાયેલી આ કચોરી રનમાં રનર્સ દોડી રહ્યા હતા.
ત્યારે અચાનક એક ટેમ્પો ત્યાં આવે છે. એ ટેમ્પો પણ ચાલી રહ્યો છે. અને એમાં કેટલાક લોકો મોટા થાળમાં કચોરીનો થાળ આગળ કરીને રનર્સને લેવા માટે આપે છે. દોડવીરોએ થોડુંક એક્સ્ટ્રા ફાસ્ટ દોડીને એ થાળ માંથી એક- બે કચોરી ઝડપી લેવાની છે અને પછી પોતાની પેસ પર દોડતાં-દોડતાં તેઓ કચોરી ખાય છે. આ ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ અનેક ક્લબોમાં ફેમસ છે. લંડનમાં પેસ્ટ્રી રન થાય છે તો ફ્રાન્સમાં ક્રોન્સો રન થાય છે.આને કહેવાય હસતા હસતા રમો અને હસતા હસતા જીઓ.




