
ચેન્નાઇમાં ગાયિકાની ૧૧૦મી જન્મજયંતિએ જાહેરાત રશ્મિકા મંદાનાની એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક જાહેર બાયોપિક એમએસ -એ લિગસી ટાઈટલ હશે : ર્નિદેશક ગૌતમ ટિન્નામુરી અને સંગીતકાર અનિરૂદ્ધ રવિચંદર
રશ્મિકા મંદાના વિખ્યાત ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં કામ કરી રહી હોવાની ચર્ચા લાંબા સમયથી હતી. આખરે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ છે.ચેન્નાઇમાં આવેલી મ્યુઝિક એકેડમી ખાતે કર્ણાટકી સંગીતના મહાન ગાયિકા એમ એસ સુબ્બુલક્ષ્મીની ૧૧૦મી જન્મજયંતિએ યોજાયેલાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કમલ હાસને ‘એમએસ એ લીગસી’ ટાઈટલ ધરાવતી ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં ભારતરત્ન એમએસ સુબ્બુલક્ષ્મીની ભૂમિકા રશ્મિકા મંદાના ભજવશે તેમ સહનિર્માતા ગીતા આર્ટસે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું. સુબ્બુલક્ષ્મીની ભૂમિકા માટે સાઇ પલ્લવી અને રૂકમણિ વસંતના નામોની પણ અટકળો ચાલી હતી પણ સ્ક્રિન ટેસ્ટ બાદ રશ્મિકા મંદાનાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ર્નિદેશન ગૌતમ ટિન્નામુરી કરશે જ્યારે તેનું સંગીત અનિરૂદ્ધ રવિચંદર આપશે. ૧૯૧૬માં મદુરાઇમાં જન્મેલાં એમ એસ સુબ્બુલક્ષ્મીએ મદ્રાસ મ્યુઝિક એકેડમીમાં નાની વયથી પરફોર્મન્સ આપવાનું શરૂ કરી દીધું હતું.ભારતરત્નથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય સંગીતના આ દિગ્ગજ કળાકારે ચાર ફિલ્મો સેવા સદનમ, શાન્કુતલાઇ, સાવિત્રી અને મીરામાં પણ કામ કર્યું હતું. મીરાં ફિલ્મ દ્વારા તેમનું સંગીત બહોળાં જનસમુદાય સુધી પહોંચ્યું હતું.ઐતિહાસિક વારસો જુઓ




