
શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું અમદાવાદના ગોતા, ચાંદલોડિયા અને લાંભા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જાેવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા અને લાંભા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જાેવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ઘરોમાં તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ચાલુ માસના માત્ર ૨૩ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, શહેરમાં ડેન્ગ્યુના ૧૪૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૨૭૩, ટાઇફોઇડના ૧૫૩, સાદા મલેરિયાના ૭૬, કમળાના ૫૨, ઝેરી મલેરિયાના ૧૪ અને ચિકનગુનિયાના ૦૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. સતત વધી રહેલા આ આંકડાઓએ આરોગ્ય વિભાગ અને સ્થાનિક રહીશોની ચિંતા વધારી દીધી છે. પાણીજન્ય રોગચાળામાં ચાલુ માસના માત્ર ૨૩ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રોગચાળાની ગંભીરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
શહેરમાં ૨૩ દિવસમાં ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ ૨૭૩ અને ટાઇફોઇડના ૧૫૩ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના ૧૪૭, સાદા મલેરિયાના ૭૬ અને કમળાના ૫૨ કેસ પ્રકાશમાં આવ્યા છે. એટલું જ નહીં, ઝેરી મલેરિયાના ૧૪ અને ચિકનગુનિયાના ૩ કન્ફર્મ કેસ નોંધાતા દૂષિત પાણી અને મચ્છરોના કારણે થતા રોગોનું પ્રમાણ ભયાનક સ્તરે પહોંચ્યું છે.




