
સરકારને નવોદય વિદ્યાલય અંગેનાં ચુકાદાનું પાલન કરવા આદેશ તમિલનાડુ સરકાર વિચારધારા બદલે, હિંદી ભણાવવું જ પડશે : સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં ચુકાદાને પરત લેવા (રિકોલ કરવા)નો ઇનકાર કર્યાે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે તમિલનાડુ સરકારને ર્નિદેશ આપ્યા છે કે તે રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપિત કરવા માટે જમીનની ઓળખ કરી તેના ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશનું પાલન કરે.તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે જણાવ્યું છે કે સહકારાત્મક સંઘવાદ હોવું જાેઇએ.બેન્ચે જણાવ્યું છે કે જાે કાલે કેન્દ્ર સરકાર સમવર્તી યાદીમાં કોઇ નીતિ લાવે છે અને દરેક રાજ્ય એમ કહેવા લાગે હું તમારી નીતિનો સ્વીકાર નહીં કરું તો આપણા સંઘીય માળખાનું શું થશે?સુપ્રીમ કોર્ટ રાજ્યની એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં મદ્રાસ હાઇકોર્ટનાં સપ્ટેમ્બર, ૨૦૧૭નાં એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં રાજ્યનાં દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચનામાં મદદ કરવા જણાવવામાં આવ્યું હતું.બેન્ચે રાજ્ય સરકારને આ મુદ્દે પોતાની વિચારસરણી બદલવા જણાવ્યું છે.સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેન્ચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫નાં આદેશને પરત લેવા માટે (રિકોલ કરવા) માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવેલા પોતાના આદેશમાં સુપ્રીમે રાજ્યને ર્નિદેશ આપ્યા હતાં કે તે દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયની રચના કરવા માટે જરૂરી જમીનની ઓળખ કરે.કોર્ટે જણાવ્યું હતું કે આ કાર્ય ૬ સપ્તાહની અંદર પૂર્ણ કરવામાં આવે. બેન્ચે ગુરૂવારે જણાવ્યું હતું કે અમે આ આદેશને પરત લઇ રહ્યાં નથી. બેન્ચે એ વાત ધ્યાનમાં લીધી હતી કે ૧૫ ડિસેમ્બર અને આજની વચ્ચે રાજ્યમાં સરકાર બદલાઇ ગઇ છે.




