
ભાગ્યશ્રીએ ચાર વર્ષ બાદ સાંગલીમાં પારિવારીક પ્રસંગમાં હાજરી આપી ભાગ્યશ્રીએ ગણેશ આરતી કરતાં પરિવારમાં વારસાનો વિવાદ આદિત્ય મંદિર ટ્રસ્ટનો મેનેજર અને ભાગ્ય શ્રીના મામાનો પુત્ર જયદીપ અભ્યંકરનો પુત્ર છે. જાન્યુઆરી ૨૦૨૪માં પટવર્ધન પરિવારે તેને દત્તક લીધો હતો એકટ્રેસ ભાગ્યશ્રીએ ચાર વર્ષ બાદ સાંગલીમાં પારિવારિક ગણેશોત્સવમાં જઈને ગણેશ આરતી કરતાં રાજ પરિવારમાં વિવાદ વકર્યાે છે.ભાગ્યશ્રીના પિતા વિજયસિંહ રાજેએ જાહેર કર્યું છે કે ભાગ્યશ્રીને આ પરંપરામાં ભાગ લેવાનો કોઈ હક્ક નથી અને પોતે અગાઉ જ અન્ય વારસદાર જાહેર કરી ચૂક્યા છે.બીજી તરફ ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે તેના પિતા વિજયસિંહ રાજેની તબિયત સારી ન હોઇ મને લાગ્યું કે બેટીઓમાંથી કોઇ એકે પરિવારની પરંપરા આગળ વધારવા આગળ આવવું જાેઇએ.જાેકે, વિજયસિંહે જણાવ્યું હતું કે હું એકદમ સાજાે છું મને સમજાતું નથી કે મારી ગેરમોજૂદગીમાં ભાગ્ય શ્રીએ આ રસમ નિભાવવાની શું જરૂર પડી? આની પાછળ શું રાજકારણ છે એવો સવાલ પણ તેમણે કર્યાે હતો. ગણેશપૂજાનો અધિકાર વિજયસિંહ રાજે અને તેમના પત્ની રાજલક્ષ્મી રાજે પટવર્ધનનો છે.આ શાહી દંપતીએ જણાવ્યું હતું કે હું પુત્રી છું એટલે કશું પણ કરી શકું એવું વલણ કોઇએ ન અપનાવવું જાેઇએ. આદિત્ય રાજે એ અમારો એકમાત્ર ઉત્તરાધિકારી છે.આદિત્ય મંદિર ટ્રસ્ટનો મેનેજર અને ભાગ્ય શ્રીના મામાનો પુત્ર જયદીપ અભ્યંકરનો પુત્ર છે. જાન્યુઆરી ૨૦૨૪માં પટવર્ધન પરિવારે તેને દત્તક લીધો હતો.તેને સાંગલી વંશ અને પરિવારની પરંપરાઓનો ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો છે.




