
સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં દાવો સમય રૈના અને મેધા શંકરના લગ્નની અફવા મેધાએ ‘૧૨વી ફેલ’, ‘શાદીસ્થાન’ અને ‘ગિન્ની વેડ્સ સની ટુ’માં કામ કર્યું છે અને હાલ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જાેવા મળી હતી સમય રૈના અને મેધા શંકર ફરી એકવાર પોતાના કથિત સંબંધ બાબતે સમાચારોમાં ઝળક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં દાવો કરાયો છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. જાે કે સમય અથવા મેધા તરફથી આ દાવાની હજી સુધી કોઈ આધિકારીક પુષ્ટી નથી કરાઈ.આ અફવા કથિત રીતે રેડિટ પર એક પોસ્ટ દ્વારા શરૂ થઈ, જેમાં પોતાને સમયના પરિવારની નિકટના બનાવતા એક અજ્ઞાાત યુઝરે તેની માતા સાથે વાતચીતનો સંદર્ભ આપ્યો.પોસ્ટ અનુસાર બંને હાલ રજાઓ માણી રહ્યા છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. જાે કે તેની સ્વતંત્ર પુષ્ટી નથી થઈ.સમય અને મેધાની કથિત ડેટિંગની અફવા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બંને સાથે નજર આવવાથી તેમજ સ્વિટ્ઝરલેન્ડના ઈન્ટરલેકનથી કથિત તસવીર વાયરલ થયા પછી અટકળો વધી હતી. મેધાએ ‘૧૨વી ફેલ’, ‘શાદીસ્થાન’ અને ‘ગિન્ની વેડ્સ સની ટુ’માં કામ કર્યું છે અને હાલ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જાેવા મળી હતી.




