
સોમવારે બોળચોથ ઉજવાશે ગુજરાતમાં જામશે સાતમ આઠમના તહેવારોનો માહોલ ૩૧ ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૪ સપ્ટેમ્બર સુધી તહેવારોની ધૂમ જાેવા મળશે ગુજરાતમાં સાતમ આઠમના તહેવારોનું પણ અનેરૂ મહત્વ છે. જે રીતે દિવાળી પહેલાથી જ દેશભરમાં ઉજવણીનો માહોલ જાેવા મળે છે તેવી રીતે ગુજરાતમાં સાતમ આઠમના તહેવારોની ઉજવણી પણ ધામધૂમથી થાય છે. સાતમ આઠમમાં પણ ૫ દિવસના તહેવારો ઉજવાય છે. જેની શરૂઆત બોળ ચોથથી થઈ જાય છે. આ વર્ષે બોળ ચોથ સોમવાર અને ૩૧ ઓગસ્ટે ઉજવાશે. બોળચોથના વ્રત સાથે જ સાતમ આઠમના તહેવારોની પણ શરૂઆત થઈ જશે. સાતમ આઠમના તહેવારો ૫ દિવસના હોય છે. દર વર્ષે બોળ ચોથની ઉજવણી સાથે જ ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની ઉજવણીનો માહોલ અલગ જ હોય છે. આ વર્ષે સાતમ આઠમના તહેવારો ૩૧ ઓગસ્ટ થી શરૂ થશે અને ૪ સપ્ટેમ્બર શુક્રવાર, જન્માષ્ટમીની ઉજવણી સુધી ચાલશે. સાતમ આઠમના તહેવારોની યાદી નીચે દર્શાવ્યા અનુસાર છે.
સાતમ આઠમના તહેવારો
બોળચોથનું વ્રત ૩૧ ઓગસ્ટ – નાગ પાંચમ ૧ સપ્ટેમ્બર
રાંધણ છઠ ૨ સપ્ટેમ્બર
શીતળા સાતમ ૩ સપ્ટેમ્બર
જન્માષ્ટમી ૪ સપ્ટેમ્બર.
બોળ ચોથનું વ્રત ગાયને સમર્પિત છે. આ વ્રતમાં ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. બોળચોથને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે. બોળ ચોથનું વ્રત માતા પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને મંગલ કામના માટે કરે છે. બોળ ચોથના વ્રતમાં ઘઉં અને ચણા નું સેવન કરવામાં આવતું નથી. ધાર્મિક માન્યતા અનુસાર બોળ ચોથના દિવસે કંઈ ખાંડવું નહીં, વસ્તુ દડવી નહીં અને છરી તેમજ ચપ્પુ નો ઉપયોગ કરવાની મનાઈ હોય છે.




