
SIR પ્રક્રિયામાં ૧૦ મહિનામાં ૧૪ વખત વાંધો ઉઠાવાયો જ્ઞાનેશ કુમાર દેશના દુશ્મન છે:અભિજિત દીપકેના પ્રહાર AAP સહિત વિપક્ષે આ મુદ્દે એક થવાની અપીલ કરી
કોકરોચ જનતા પાર્ટીના (CJP) પ્રમુખ અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ શરૂ કર્યો છે. ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મતભેદ હોવાના દાવા સાથેના એક રિપોર્ટ બાદ દીપકેએ સીઇસી જ્ઞાનેશ કુમાર પર હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ દેશના દુશ્મન છે. દીપકેએ કહ્યું કે, તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ તેની પટકથા લખી રહ્યા છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જાેશીએ જીૈંઇ પ્રક્રિયા દરમિયાન ૧૦ મહિનામાં કુલ ૧૪ વખત ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, વાંધાને ધ્યાને ન રાખીને કેટલાક ર્નિણયો લાગુ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પબ્લિશ થતાં જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો સહિત સીજેપી નેતાઓએ પહેલેથી જ રડારમાં રહેલા સીઇસી જ્ઞાનેશ કુમાર પર પ્રહાર શરૂ કર્યા છે.
અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે. કથિત રીતે ૧૨ કરોડથી વધુ નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધા છે. આ સંખ્યા વર્ષ ૨૦૨૪ લોકસભા ચૂંટણી દરમિયાન કુલ ૯૭ કરોડ મતદાતાઓના ૧૨.૪ ટકા છે. ભાજપની આગેવાનીવાળી NDA અને વિપક્ષ વચ્ચે માત્ર ૨ ટકાનું અંતર છે. જ્ઞાનેશ કુમાર ચૂંટણી નથી કરાવતા, તેઓ તેમની પટકથા લખે છે.’ દીપકેએ અન્ય એક પોસ્ટમાં જીૈંઇની વાત કરી છે.
સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર લોકતંત્રને બરબાદ કરવાનું કહીને હુમલો કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જ્યારે દેશનો ઇતિહાસ લખાશે, તો લોકતંત્રને બરબાદ કરનારા લોકોના લિસ્ટમાં જ્ઞાનેશ કુમાર ખાસ્સા ઉપર હશે.’ પછી તેમણે દીપકેની પોસ્ટને શેર કરતા લખ્યું કે, ‘આ કહેવામાં કોઈ સંકોચ ન હોવો જાેઈએ કે, જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે.’
‘INDIA’ ગઠબંધનથી અલગ થઈ ચૂકેલી આમ આદમી પાર્ટી સીઈસીના વિરોધમાં વિપક્ષી એકતાની અપીલ કરી રહી છે. આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ સંયોજક અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે વિપક્ષી પક્ષોને આ મુદ્દે એકજૂટ થવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, તમામ વિપક્ષી પક્ષોએ ચૂંટણી આયોગ સાથે જાેડાયેલો આ મુદ્દો ઉઠાવવો જાેઈએ અને પંચને ‘વ્યવસ્થિત’ કરવા અંગે ધ્યાન આપવું જાેઈએ. તેમણે કહ્યું કે, બાકી મુદ્દાઓની વાત પછી થશે.




