
તિગ્માંશુ ધૂલિયાએ ફિલ્મ ડિરેક્ટ કરી છે નવાઝુદ્દીનસિદ્દિકીની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ ‘વો ફિર કભી દિખા નહીં’ નામની ઉદય પ્રકાશની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયાએ નવાઝુદ્દીન સિદ્દિકી સાથે ફરી એકવાર જાેડી જમાવી એક મ્યુઝિકલ થ્રીલર ફિલ્મ ‘વોહ ફિર કભી દિખા નહીં’ બનાવી છે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. હવે તેને રીલિઝ કરવા માટે યોગ્ય ઓટીટી પ્લેટફોર્મની શોધ ચાલી રહી છે.તિગ્માંશુ ધુલિયા અને નવાઝુદ્દીન સિદ્દિકીનો સંબંધ એક દાયકાથી પણ વધારે જુનો છે. બંને જણાંએ ત્રણ વાર એક્ટર્સ તરીકે સાથે કામ કરી ચૂક્યા છે. પણ નવી ફિલ્મમાં તિગ્માંશુ ધુલિયા ર્નિદેશક છે અને નવાઝુદ્દીન એક્ટર તરીકે કામ કર્યું છે.‘વો ફિર કભી દિખા નહીં’ નામની ઉદય પ્રકાશની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ મ્યુઝિકલ થ્રીલરમાં મુંબઇના સ્લમ એરિયામાં આકાર લેતી કથા રજૂ કરવામાં આવી છે.




