
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આપણા દેશમાં જેટલી પણ હત્યાઓ થાય છે એમાં એક સૌથી મોટું કારણ પ્રેમ છે. દર થોડા દિવસે દેશના કોઈ ને કોઈ શહેરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાની ઘટના બને છે. સિયાનો કેસ (પહાડ ઉપરથી ઊંડી ખીણમાં પતિને નાખનાર) હાઈપ્રોફાઈલ હોવાથી વધુ ગાજ્યો હતો. બાકી આવી ઘટનાઓ તો બનતી જ રહે છે. અનૈતિક સંબંધો એ અત્યારના સમયનો સૌથી મોટો ઈશ્યૂ થઈ ગયો છે. પ્રેમ પહેલાં પણ થતા હતા પણ આવા કાતિલ નહોતા. દેશમાં થતી હત્યાઓ વિશે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોની વિગતો એવું કહે છે કે, પ્રેમપ્રકરણ અને અનૈતિક સંબંધોના કારણે થતી હત્યાનું પ્રમાણ છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ જ વધ્યું છે. દેશમાં દર વર્ષે ૨૭ થી ૨૮ હજાર હત્યાઓ થાય છે. તેમાં દસથી પંદર ટકા હત્યાઓ પ્રેમપ્રકરણ અને અનૈતિક સંબંધોના કારણે થાય છે. પ્રેમમાં તીવ્ર ઈર્ષ્યા અને પઝેસિવનેસ વધ્યા છે. યંગસ્ટર્સ પોતાના આવેગો પર કાબૂ રાખી શકતા નથી અને ન કરવાનું કરી બેસે છે. કરુણતા એ વાતની પણ છે કે, અત્યારના સમયના યંગ લોકોમાં નાર્સિસિસ્ટ અને સાઇકોપેથની સંખ્યા સતત વધી રહી છે.
આજની યુવા પેઢીની પાસે સાચા પ્રેમની અપેક્ષા રાખવી એ વધુ પડતા આત્મવિશ્વાસ ને આપઘાત કરવા મજબૂર થવું પડે એવી પ્રેમની વ્યાખ્યા છે. આજે કોણ કોની જોડે શું રમત રમશે? એની જાણ છોકરો કે છોકરી માંથી બંનેને હોતી નથી. કારણ છોકરી બે ત્રણ બોય ફ્રેન્ડ રાખીને દરેકને ઉલ્લુ બનાવતી હોય. છોકરાઓ પણ બે ત્રણ ગર્લફ્રેન્ડ રાખીને દરેકને ઉલ્લુ બનાવતો હોય છે.
પરંતુ જ્યારે છોકરા કે છોકરી નાં લગ્ન થઈ જાય અન્ય પાત્ર સાથે કે પછી લગ્ન નક્કી થવાના હોય ત્યારે બંને માંથી એક ની કોઈ વાત લીક થાય છે ત્યાર પછી પ્રેમમાં અંધ બનેલા કે બનેલી એમનો મોહ ભંગ થતા આપઘાત કરે છે. બંને માંથી એક ની હત્યા કરી દગાના ખૂન્નસને શાંત કરાય છે.




