
પરિવાર પાસે નથી મેડિકલ બિલ ચુકવવાનાં પૈસા શિરડી કે સાંઈ બાબા ફેમ સુધીર દલવીની તબિયત લથડી સુધીર દલવીની બીમારી અને પરિવારની આર્થિક સ્થિતિ સતત ખરાબ થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં અનેક સિતારાઓએ મદદ કરી છે વર્ષ ૧૯૭૭માં શિરડી કે સાઈ બાબા સીરિયલમાં સાઈ બાબાની ભૂમિકાથી ઘરે-ઘરે ફેમસ થયેલ એક્ટર સુધીર દલવીની તબિયત લથડી છે. લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં એડમિટ હતા. રિપોટ્સ અનુસાર પહેલાં કરતા હવે તબિયત થોડી સારી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ઘરે પાછા ફર્યા છે. જાે કે સાંઈ બાબાની સારવાર દરમિયાન હોસ્પિટલનું બિલ ખૂબ વધી ગયું હતું અને તેમની પાસે બિલ ચૂકવવા માટે પૈસા નહોતાં.
રિપોર્ટ અનુસાર સુધીર દલવીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેપ્સિસ નામનાં ગંભીર બ્લડ ઇન્ફેક્શનનો શિકાર બન્યા હતા. આ બીમારીને કારણે શરીરમાં બીજી અનેક તકલીફો વધતી ગઈ. તબિયત વધારે ખરાબ થતા આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ એક મહિના સુધી એડમિટ રહ્યાં હતા. લાંબા સમયની સારવાર પછી ડોક્ટર્સની ટીમે હોસ્પિટલમાંથી રજા આપી છે.
એક રિપોર્ટ અનુસાર સુધીર દલવીનું હોસ્પિટલનું બિલ ૧૯ લાખ રૂપિયાથી વધારે પહોંચી ગયું હતું. ડોક્ટર્સની ટીમે એ પણ જણાવ્યું કે સારવારનો ખર્ચો હજુ વધી શકે છે. આમ, આટલી મોટી રકમ ચૂકવવી પરિવાર માટે ખૂબ અઘરું થઈ ગયું હતું. અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે સુધીર દલવીના પરિવારને તેમની સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ લાગ્યો ત્યારે ડિસેમ્બર ૨૦૨૫ માં બોમ્બે હાઈકોર્ટે શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટને એક્ટરની સારવાર માટે ૧૧ લાખ રૂપિયાનું યોગદાન આપવાની મંજૂરી આપી. આનાથી પરિવારને તેમના તબીબી ખર્ચ અંગે રાહત મળી હતી. સુધીર દલવીની બીમારી અને પરિવારની આર્થિક સ્થિતિ સતત ખરાબ થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં અનેક સિતારાઓએ મદદ કરી છે. અક્ષય કુમાર, રણબીર કપૂર અને કાર્તિક આર્યનનાં એક્ટરનાં પરિવારે આર્થિક મદદ કરી છે. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલ બીજા અનેક લોકો અને સાઈ ભક્તોએ પણ સારવાર માટે મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુધીર દલવીને હોસ્પિટલમાંથી રજા મળતાં પત્ની સુહાસ દલવીએ તેમનાં સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ આપી છે. તેમને જણાવ્યું કે એક્ટર પૂરી રીતે સ્વસ્થ થયા નથી અને તેમને ચાલવા માટે વોકરની મદદ લેવી પડે છે. ઉલ્લેખનીય છે કે, ૨૦ માર્ચ ૧૯૩૯ના રોજ જન્મેલા સુધીર દલવીએ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ગુરુ વશિષ્ઠનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત તેમણે શિરડી કે સાંઈ બાબા ફિલ્મમાં સાંઈ બાબાની ભૂમિકા ભજવી હતી.




