
IIT ગુવાહાટીની મોટી કાર્યવાહી ઓફર લેટર આપી નોકરી ન આપનાર ૨૨ કંપનીઓ બૅન IIT ગુવાહાટી ખાતે AIPC ની બેઠકમાં ૨૨ કંપનીઓને આગામી ૨ કેમ્પસ પ્લેસમેન્ટ સિઝન માટે પ્રતિબંધિત કરાઈ છે ઓફર લેટર આપ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી આપવાથી પીછેહઠ કરનારી કંપનીઓ સામે દેશની અગ્રણી ભારતીય ટેક્નોલોજી સંસ્થાઓ (IIT) દ્વારા સખત પગલાં લેવામાં આવ્યાં છે, જે અંતર્ગત આવી ૨૨ કંપનીઓને આગામી બે કેમ્પસ પ્લેસમેન્ટ સિઝન માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ ર્નિણય આ મહિનાની શરૂઆતમાં આઈઆઈટી ગુવાહાટી (IIT Guwahati) ખાતે યોજાયેલી AIPC ની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
પ્લેસમેન્ટ સિઝન શરૂ થતા પહેલા IIT ના વિદ્યાર્થીઓ માટે આ એક મોટા સમાચાર છે. જે કંપનીઓએ અગાઉ વિદ્યાર્થીઓને નોકરીના ઓફર લેટર આપ્યા હતા પરંતુ બાદમાં તેને પાછા ખેંચી લીધા કે પૂરા ન કર્યા, તેવી કુલ ૨૨ કંપનીઓને આગામી બે વર્ષ માટે બૅન કરી દેવામાં આવી છે. હવે આ કંપનીઓને આગામી બે કેમ્પસ પ્લેસમેન્ટ સિઝનમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ ર્નિણય આ મહિનાની શરૂઆતમાં ૈંૈં્ ગુવાહાટી ખાતે મળેલી ઓલ ઇન્ડિયા પ્લેસમેન્ટ કમિટી (AIPC)ની બેઠકમાં લેવાયો હતો. AIPC એ સેન્ટ્રલ બોડી છે જે તમામ ૈંૈં્ કેમ્પસમાં પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપની માર્ગદર્શિકા સંભાળે છે. જાેકે, પેનલે આ ર્નિણયને બ્લેકલિસ્ટિંગ તરીકે ઓળખાવવાને બદલે નૉન-કોઓપરેશન (સહયોગ ન કરવો) ગણાવવાનું જણાવ્યું છે. આ સંદર્ભમાં છૈંઁઝ્રના સંકલનકર્તા અને આઈઆઈટી ગુવાહાટીના એસોસિયેટ પ્રોફેસર જ્હોન જાેસે માહિતી આપી હતી કે આ કેસોમાં ૨૩ આઈઆઈટીની ૧૫૦થી વધુ જાેબ ઓફર સંકળાયેલી છે, જેમાંથી કેટલીક કંપનીઓએ ૧૦થી ૧૫ ઓફર પાછી ખેંચી લીધી છે. આ કાર્યવાહીથી પ્રભાવિત થયેલી કંપનીઓમાં ઓરેકલ જેવી મોટી વૈશ્વિક કંપની તેમજ કેટલાક સ્ટાર્ટઅપ્સ પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
જે વિદ્યાર્થીઓના જાેબ ઓફર રદ થયા છે અને જેઓ બેરોજગાર બન્યા છે, તેમને સહાય કરવા માટે આઈઆઈટી સંસ્થાઓ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્લેસમેન્ટ કાર્યાલયો દ્વારા આવા પ્રભાવિત વિદ્યાર્થીઓના CV વર્તમાન ભરતીકર્તાઓ સમક્ષ મોકલવામાં આવ્યા છે જેથી ઉપલબ્ધ જગ્યાઓ પર તેમને અગ્રતા મળી શકે. એક અંદાજ મુજબ આ પરસ્પર સંપર્ક થકી આશરે ૨૦થી ૩૦ ટકા વિદ્યાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે.




