
નવી તમિલ ફિલ્મનાં સ્ક્રિપ્ટ રીડિંગમાંથી વિદ્યા બાલને તસવીર શેર કરી વિદ્યા બાલન ૧૭ વર્ષ બાદ આર. બાલ્કી સાથે ફરી કામ કરશે ચશ્મા અને લાંબા ચોટલાવાળા આ લૂકમાં તે ફિલ્મ માટેનાં પોતાનાં સંભવિત પાત્રની ઝલક આપતી જાેવા મળી વિદ્યા બાલન અને ફિલ્મમેકર આર. બાલ્કી ૧૭ વર્ષ બાદ ફરી એકસાથે કામ કરવા જઈ રહ્યાં છે. બંનેની નવી તમિલ ફિલ્મનું કામ શરૂ થઈ ગયું છે. ૨૦૦૯માં આવેલી પા બાદ આ જાેડી ફરી સાથે આવી રહી છે.વિદ્યાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્ક્રિપ્ટ હાથમાં લઈને બેઠેલી તસવીર શેર કરી હતી. ચશ્મા અને લાંબા ચોટલાવાળા આ લૂકમાં તે ફિલ્મ માટેનાં પોતાનાં સંભવિત પાત્રની ઝલક આપતી જાેવા મળે છે. તસવીર સાથે તેણે લખ્યું હતું, “નવી શરૂઆત, નવી તમિલ ફિલ્મ આર.બાલ્કી સાથે” જેના પરથી ફિલ્મનું કામ શરૂ થઈ ચૂક્યું હોવાની જાણ થાય છે.ફિલ્મનાં નામ, સહકલાકારો અને કહાણી અંગે હજુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જાેકે, વિદ્યાની પોસ્ટ બાદ પ્રોજેક્ટને લઈને ઉત્સુકતા વધી છે. પામાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને વિદ્યા બાલનની મુખ્ય ભૂમિકાઓ હતી અને ફિલ્મને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.કામની વાત કરીએ તો વિદ્યા બાલન આગામી સમયમાં રજનીકાંત સ્ટારર જેલર ૨માં જાેવા મળશે. નેલ્સન દિલીપકુમાર દિગ્દર્શિત આ ફિલ્મમાં તે કાંથા નામનું પાત્ર ભજવશે અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.આ ઉપરાંત વિદ્યા અક્ષય કુમાર સાથે ફરી કામ કરી રહી છે. અનીસ બઝમી દિગ્દર્શિત આ કોમેડી ફિલ્મનું કામચલાઉ નામ મૌજા હી મૌજા છે. તેમાં રાશિ ખન્ના પણ જાેવા મળશે. ફિલ્મનું કેરળ શિડ્યુલ પૂરું થઈ ચૂક્યું છે અને ૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ તેની થિયેટર રિલીઝ નક્કી છે.આ રીતે વિદ્યા બાલનની આગામી ફિલ્મોમાં અલગ-અલગ ભાષા અને જાેનરની ફિલ્મોનો સમાવેશ થઈ રહ્યો છે.




