
કરણ જાેહરે ડરી જઈને રીલિઝ ટાળી અજયની દ્રશ્યમ થ્રીના ડરથી આયુષમાનની ઉડતા તીર ઠેલાઈ પ્રહાર, નઈ નવેલી સહિતની ફિલ્મોનો સામનો ટાળવા હવે આ મહિનાના અંતે રીલિઝ કરાશે
આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની નવી ફિલ્મ ‘ઉડતા તીર’ જે નવમી તારીખે રજૂ થવાની હતી તે હવે ૨૩ ઓક્ટોબરે થિયેટર્સમાં રિલિઝ કરવામાં આવશે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ શુક્રવારે રીલિઝ થયેલી અજય દેવગણની ‘દ્રશ્યમ થ્રી’ને સારુ ઓપનિંગ મળ્યું છે. આથી આવતાં અઠવાડિયે પણ તે મહત્તમ સ્ક્રીન કવર કરી લે તેવી સંભાવના છે. તેના લીધે આયુષમાનની ફિલ્મને સ્ક્રીનના ફાંફા પડી જાય તેમ હોવાથી પ્રોડયૂસર કરણ જાેહર દ્વારા આ ર્નિણય લેવાયો છે.જે શુક્રવારે પ્રમાણમાં ઓછી ફિલ્મ રિલિઝ થવાની હોય તે શુક્રવારે ફિલ્મ રીલિઝ કરવાનું ચલણ વધી રહ્યું છે જેથી ફિલ્મને પૂરતાં સ્ક્રિન અને પૂરતાં દર્શકો મળી રહે. આ મહિનામાં રાજકુમાર રાવની ‘ પ્રહાર’ તથા યામી ગૌતમની ‘નઈ નવેલી’ સહિતની ફિલ્મો રીલિઝ થવાની હોવાથી ‘ઉડતા તીર’ માટે મન્થ એન્ડની સેફ ડેટ શોધવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષમાન ખુરાનાએ એક પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી છે જે તેની યાદદાસ્ત ગુમાવી બેસે છે પણ તેની દેશભક્તિ અકબંધ છે. જેના કારણે સર્જાતી રમુજી ઘટનાઓની આ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં રાહુલ બોઝ, ગુલશન ગ્રોવર, રામ કપૂર અને મુકુલદેવ પણ મહત્વની ભૂમિકામાં છે.કરણ જાેહર, અદર પૂનાવાલા, અપૂર્વા મહેતા, ગુણીત મોંગા કપૂર અને અચીન જૈન નિર્મિત આ ફિલ્મ ધર્મા પ્રોડકશન અને શિખ્યા એન્ટરટેઇનમેન્ટનું સહિયારું સાહસ છે. આ ફિલ્મ ‘ઉડતા તીર’નું ર્નિદેશન આકાશ એ. કૌશિકે કર્યું છે. કૌશિકની ર્નિદેશક તરીકે આ પહેલી ફિલ્મ છે.




