
ગરૂડેશ્વરના ડેકાઈ ગામના યુવક સાથે છેતરપિંડી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી આરોપીએ જૂનાગઢ અને રાજકોટની સરકારી કચેરીના બોગસ કાગળો બતાવી યુવક પાસેથી કટકે કટકે લાખો રૂપિયા પડાવી લીધા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા યુવક સાથે સરકારી કચેરીમાં નોકરી અપાવવાના બહાને ૯.૯૦ લાખ રૂપિયા મહિલાએ પડાવી લીધા હતા.આ મામલે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ એકતાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ જૂનાગઢ અને રાજકોટની સરકારી કચેરીના બનાવટી દસ્તાવેજાે અને સિક્કાઓનો ઉપયોગ કરી યુવકનો વિશ્વાસ જીતી ૯ લાખ રૂપિયા રકમ પડાવી લીધા હતા.બનાવની વિગત મુજબ, ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા જીગર દયાલ તડવીને નોકરીની જરૂરિયાત હતી.જેથી આ બાબતે ગરૂડેશ્વરના આમદલા ગામની રાજકોટ ખાતે નોકરી કરતી ભાવના મંગુ તડવીએ રાજકોટ ખાતે પોતાની કચેરી ખાતે નોકરી અપાવી આપવાની લાલચ આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.જેથી જુગારે ભાવનાના કહેવાથી ભાવના અને અન્ય અજાણ્યા વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ૯.૯૦ લાખ રૂપિયા નાખ્યા હતા.બાદ ભાવનાએ જીગરને જૂનાગઢ રોડ પ્રોજેક્ટ સબ ડિવિઝન તથા રાજકોટ મામલતદાર કચેરી હેઠળના બોગસ પત્રો બનાવી આપ્યા હતા.ભાવનાએ બનાવેલા બનાવટી કાગળો મળ્યા બાદ પણ નોકરી પર ન બોલાવતા જીગરે આ મામલે ભાવનાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યાે હતો પણ ભાવના એનો ફોન રીસીવ કરતી ન્હોતી.આ આખું ળોડ ભાવનાએ રાજકોટ ગામે રહેતો આનંદ હર્ષદ ટાંક સાથે મળીને આચર્યુ હતું.પૈસા આપ્યાના લાંબો સમય વિત્યા બાદ પણ નોકરી ન મળતા જીગર તડવીએ નાણાં પરત માંગ્યા હતા, પરંતુ ભાવના તડવી અને આનંદ ટાંક અવારનવાર ફોન પર વાયદાઓ બતાવતા હતા.આખરે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં જીગર તડવીએ કેવડિયા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




