
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો ર્નિણય દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઈ રેલવેએ નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર પહોંચતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાનો ર્નિણય લીધો
દિલ્હીમાં ૧૦ ઓક્ટોબરે થનારા પ્રદર્શન અને તેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થવાની આશંકા વચ્ચે ભારતીય રેલવેએ મોટો ર્નિણય લીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર, ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ૪ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર પહોંચતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવશે. રેલવેએ આ પાછળ બંને સ્ટેશનોની આસપાસ ભારે ટ્રાફિક જામની શક્યતાને મુખ્ય કારણ ગણાવ્યું છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પર નીકળતા પહેલા પોતાની ટ્રેનની સ્થિતિની જાણકારી જરૂર મેળવી લે અને તે મુજબ જ યોજના બનાવે.
રેલવે સાથે જાેડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ર્નિણય કોકરોચ જનતા પાર્ટી (CJP ) તરફથી ૧૦ ઓક્ટોબરે યોજાનારા પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આશંકા છે કે પ્રદર્શનના કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન અને તેની આસપાસના રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં મુસાફરો માટે સમયસર સ્ટેશન પહોંચવું મુશ્કેલ બની શકે છે. દિલ્હી પોલીસે આજે રાત્રે ૯ વાગ્યાથી સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ૫૭ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ રાખવાનો પ્રસ્તાવ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ને મોકલ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન મેટ્રો સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ચાલુ રહી શકે છે. જાેકે, સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ બંધ કરવા અંગેનો આખરી ર્નિણય DMRC દ્વારા લેવામાં આવશે.
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૯ ઓક્ટોબરે બપોરે ૨ વાગ્યા પછી પોતાના શરુઆતના સ્ટેશનથી રવાના થતી અને ૧૦ ઓક્ટોબરે સવારે ૪ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા વચ્ચે નવી દિલ્હી અથવા હઝરત નિઝામુદ્દીન પહોંચતી સંબંધિત મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. રેલવેએ ટ્રાફિક જામની આશંકા અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. આ ર્નિણયથી મુસાફરોને પોતાની મુસાફરીના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડી શકે છે. ખાસ કરીને એ લોકોને મુશ્કેલી થઈ શકે છે, જેમણે પહેલાથી જ ટિકિટ બુક કરાવી રાખી છે અને ૧૦ ઓક્ટોબરે આ બંને સ્ટેશનો પર પહોંચવાના છે.




