
હસીરાની રથની ૧,૨૨,૭૫૩ મતોના જંગી અંતરથી જીત નંદીગ્રામ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસીરાની રથે વિજય મેળવ્યો કોંગ્રેસના મિલન પ્રધાન ૪૧,૬૭૪ મતો સાથે બીજા સ્થાને રહ્યા : આ ૧૯૬૭ પછીની સૌથી મોટી જીત છે
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસીરાની રથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
તેમણે ૧,૨૨,૭૫૩ મતોના જંગી અંતરથી જીત મેળવીને વર્ષ ૨૦૧૬નો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ચૂંટણી પરિણામો મુજબ, ભાજપના હસીરાની રથને કુલ ૧,૬૪,૪૨૭ મત મળ્યા હતા, જે કુલ પડેલા મતોના ૭૫.૯૪% જેટલા છે. જ્યારે બીજા સ્થાને રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને માત્ર ૪૧,૬૭૪ મત મળ્યા હતા. અન્ય પક્ષોમાં ઝ્રઁૈં ત્રીજા, છૈંજીહ્લ ચોથા અને ડેમોક્રેટિક ટીએમસી પાંચમા ક્રમે રહ્યા હતા.
નંદીગ્રામ બેઠક પર ૧૯૬૭ પછી કોઈપણ ઉમેદવાર માટે જીતનું આ સૌથી મોટું અંતર છે.
અગાઉ આ રેકોર્ડ શુભેન્દુ અધિકારીના નામે હતો, જેમણે વર્ષ ૨૦૧૬માં ટીએમસી તરફથી લડતાં ૮૧,૨૩૦ મતોથી જીત મેળવી હતી. આ વખતે ભાજપના ઉમેદવારે એ જૂનો રેકોર્ડ પણ પાર કરી લીધો છે.
વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને ૧૫,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ તેમણે ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખીને નંદીગ્રામ બેઠક છોડતાં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. ટીએમસીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતાં મમતા બેનર્જીએ આ ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
વિજયી બનેલા હસીરાની રથ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ભૂતપૂર્વ અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથના માતા છે. ચંદ્રનાથ રથની ગત ૬ મેના રોજ ઉત્તર ૨૪ પરગણાના મધ્યમગ્રામમાં હત્યા કરી દેવામાં આવી હતી.




