
જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા ભાજપના પૂર્વ ધારાસભ્યએ એસઆઈઆરમાં કર્યો ખેલ ભાજપમાંથી હાંકી કઢાયેલા અપક્ષ ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલ અને અન્ય બે સામે ગુનો નોંધાયો કર્ણાટકના વિજયપુરામાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં ૮ જીવતા નાગરિકોના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો નિંદનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે વિજયપુરાના શાકભાજી વિક્રેતા અબ્દુલ રઝાક બાગવાનની ફરિયાદના આધારે ભાજપમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા અપક્ષ ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલ અને અન્ય બે લોકો સામે પોલીસે ગુનાહિત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યતનાલે જીૈંઇ પ્રક્રિયા દરમિયાન ૧,૦૫૪ મતદારોની યાદી સબમિટ કરીને તેમના નામ સામે વાંધાઓ નોંધાવ્યા હતા. આ યાદીમાં ઓછામાં ઓછા ૮ એવા જીવંત નાગરિકો હતા જેમના નામે બોગસ મૃત્યુ પ્રમાણપત્રો જાેડી દેવાયા હતા. પીડિતોએ જાહેર સમક્ષ આવીને પોતાના ઓળખપત્રો અને ડેથ સર્ટિફિકેટની નકલો બતાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માગ કરી હતી. પીડિતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિથી તેમના રાશન કાર્ડ અને અન્ય સરકારી યોજનાઓના લાભ બંધ થઈ શકે છે.
કર્ણાટકમાં ગેરકાયદેસર રીતે મતદારોના નામ હટાવવાના પ્રયાસો અંગે અત્યાર સુધીમાં ભાલ્કી, બેલગાવી નોર્થ, બલ્લારી, મૈસુરુ અને બેંગલુરુ સહિત વિવિધ વિસ્તારોમાં કુલ ૯ એફઆઈઆર (FIR) નોંધાઈ ચૂકી છે. મોટા પ્રમાણમાં બોગસ ફોર્મ ૭ (Form 7) અરજીઓ જમા કરાવવા, મતદારોની જાણ વગર તેમની વિગતોનો ઉપયોગ કરવા અને બોગસ સહીઓ કરવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચે (ECI) પણ આ મામલે કડક વલણ અપનાવીને અધિકારીઓને તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૩૧ હેઠળ મતદાર યાદી સુધારણા દરમિયાન જાણીબુઝીને ખોટી માહિતી કે બોગસ દસ્તાવેજાે રજૂ કરવા એ શિક્ષાપાત્ર ગુનો છે, જેમાં ૧ વર્ષ સુધીની જેલની સજા, દંડ કે બંને થઈ શકે છે. કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ પણ ચેતવણી આપી છે કે ચૂંટણી પંચને ફોર્મ-૭ દ્વારા ગેરમાર્ગે દોરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.




