
તિલક વર્માએ પૂરી કરી ખાસ અડધી સદી તિલક વર્માએ માત્ર ૬૮ ટી૨૦ ઇનિંગ્સમાં ૫૦ કેચ પૂર્ણ કર્યા આ ફોર્મેટમાં ઓછામાં ઓછી મેચમાં ૫૦ આઉટફિલ્ડ કેચ કરનાર સવર્શ્રેષ્ઠ ભારતીય ફીલ્ડર બની ગયો છે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં ભારતે રોમાંચક જીત મેળવી પાંચ મેચની સીરિઝમાં ૨-૧થી લીડ મેળવી લીધી હતી. મેચમાં તિલક વર્માનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. તેણે આ મેચમાં ૧૬ બોલમાં ૨૮ રન બનાવીને રમી રહ્યો હતો પરંતુ આ દરમિયાન તે ગલી ક્રિકેટ રમતા બાળકની જેમ અધવચ્ચે પિચ પર આઉટ થઈ ગયો હતો. જાે કે તેમ છતાં તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તે આ ફોર્મેટમાં ૫૦ કેચ પકડનાર પાંચમો ભારતીય ફીલ્ડર બની ગયો છે. તે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે આ ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે, તેણે આ ૫૦ કેચ અન્ય ભારતીય ખેલાડી કરતા વધુ ઝડપથી પૂર્ણ કર્યા છે. જેથી તે ભારતનો સવર્શ્રેષ્ઠ ફીલ્ડર બની ગયો છે.
તિલક વર્માએ માત્ર ૬૮ ટી૨૦આઈ ઇનિંગ્સમાં ૫૦ કેચ પૂર્ણ કર્યા છે. આમ તે આ ફોર્મેટમાં ઓછામાં ઓછી મેચમાં ૫૦ આઉટફિલ્ડ કેચ કરનાર સવર્શ્રેષ્ઠ ભારતીય ફીલ્ડર બની ગયો છે. જાે વૈશ્વિક લેવલે વાત કરી તો તિલકની સરેરાશ માત્ર સંયુક્ત આરબ અમીરાતના મુહમ્મદ વસીમથી પાછળ છે. જેણે ૯૯ મેચમાં ૭૬ કેચ કર્યા છે. પુરુષોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૦ આઉટફિલ્ડ કેચ કરનાર ૩૪ ખેલાડીઓમાં માત્ર વસીમની સરેરાશ તિલક વર્મા કરતા સારી છે.
તિલક વર્માની આ ઉપલબ્ધિએ તેને સૌથી નાના ફોર્મેટમાં ભારતના સૌથી સફળ ફીલ્ડર્સમાં સામેલ કરી દીધો છે. યાદીમાં રોહિત શર્મા ૬૫ કેચ સાથે ટોપ પર છે. આવો જાણીએ કે ઓછામાં ઓછી મેચમાં ૫૦ કેચવાળી સ્પેશિયલ ક્લબમાં કોણ કોણ સામેલ છે.
રોહિત શર્મા – ૬૫ કેચ
હાર્દિક પંડ્યા – ૬૪ કેચ
સૂર્યકુમાર યાદવ – ૫૮ કેચ
વિરાટ કોહલી – ૫૪ કેચ
તિલક વર્મા – ૫૦ કેચ
માત્ર ૬૮ મેચમાં આ મુકામ સુધી પહોંચવું મેદાન પર તિલક વર્માનું શાનદાર યોગદાન દર્શાવે છે અને પ્રતિ ઇનિંગ કેચનો રેકોર્ડ તેને પુરુષોની ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી શાનદાર ખેલાડીઓમાંથી એક બનાવે છે.




