
એશો આરામ છોડવા માટે તૈયાર! ઝૂંપડામાં રહેતા યુવાન સાથે લગ્ન કરવા રશિયાથી બિહાર દોડી આવી જૂલી રાહુલ કામ માટે રશિયા ગયો હતો, જ્યાં તેને જૂલી સાથે પ્રેમ થયો રાહુલના સાધારણ ઘરની જાણ છતાં જૂલી બિહાર પહોંચી પ્રેમમાં માનવી દેશ, ભાષા અને રહેણીકરણીનો ફરક ભૂલી જાય છે. કહેવાય છે કે, પ્રેમને કોઈ સરહદ નથી નડતી. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. બિહારના રાહુલ યાદવ અને રશિયાની રહેવાસી જૂલીની સ્ટોરી પણ કંઈક આવી જ છે. રાહુલ કામ માટે રશિયા ગયો હતો, જ્યાં તેની મુલાકાત જૂલી સાથે થઈ. ધીમે-ધીમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. હવે જૂલી પોતાના પરિવાર સાથે રશિયાથી બિહાર પહોંચી ગઈ છે, જેથી રાહુલ સાથે પોતાની જિંદગી વિતાવી શકે.
આ પ્રેમ કહાનીની સૌથી ખાસ વાત એ છે કે જૂલીને જ્યારે ખબર પડી કે રાહુલ બિહારના એક ગામમાં ઝૂંપડી જેવા સાધારણ ઘરમાં રહે છે, ત્યારે પણ તેનો ર્નિણય ન બદલાયો. તેણે રાહુલની સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. જૂલીના પ્રેમ અને તેના ર્નિણયને જાેઈને પરિવારના વડીલો પણ બંનેના લગ્ન માટે તૈયાર થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે બિહારના ભાગલપુર જિલ્લાના રાજાપુર ગામના રહેવાસી રાહુલ યાદવ કામ કરવા માટે રશિયા ગયો હતો. ત્યાં જ તેની મુલાકાત જૂલી સાથે થઈ. પહેલી મુલાકાત પછી બંને વચ્ચે વાતચીત વધી અને ધીમે-ધીમે સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. થોડા સમય પછી રાહુલ પાછો ભારત પરત ફર્યો. પરંતુ તેના પરત ફર્યા પછી પણ બંનેનો સંબંધ જળવાઈ રહ્યો. બંને એકબીજાથી દૂર જરૂર હતા, પરંતુ સાથે રહેવાની ચાહ ઓછી ન થઈ.
રાહુલના ભારત પરત ફર્યાના લગભગ છ મહિના પછી જૂલીએ તેને મળવાનો ર્નિણય કર્યો. તે એકલી ભારત ન આવી, પરંતુ પોતાના પરિવારને પણ સાથે લઈને બિહાર પહોંચી. તેનો ઈરાદો રાહુલ સાથે રહેવાનો અને આ સંબંધને લગ્ન સુધી પહોંચાડવાનો હતો. જૂલીના આ પગલાએ બધાનું ધ્યાન ખેંચ્યું. વિદેશમાં રહેતી યુવતીનું પોતાના પરિવાર સાથે બિહારના એક ગામમાં પહોંચવું આ પ્રેમ કહાનીને ખાસ બનાવી રહ્યું છે.
આ કહાનીનું સૌથી મોટું રસપ્રદ પાસું રાહુલ અને જૂલીની રહેણીકરણીમાં રહેલો તફાવત છે. રિપોર્ટ પ્રમાણે રાહુલનો પરિવાર ગામમાં સાધારણ ઘરમાં રહે છે, જેનું છાપરું ઘાસ-ફૂસનું બનેલું છે. જ્યારે જૂલીને રાહુલના ઘર અને તેની આર્થિક સ્થિતિ વિશે ખબર પડી, ત્યારે પણ તેણે તેની સાથે રહેવાનો ર્નિણય ન બદલ્યો. તેના માટે રાહુલની સાથે રહેવું વધારે મહત્ત્વ રાખતું હતું. જૂલીના આ ર્નિણયથી એ સ્પષ્ટ થયું કે તે આ સંબંધને લઈને ગંભીર છે.
રિપોર્ટ પ્રમાણે જૂલીના પ્રેમ અને તેના ર્નિણયને જાેઈને પરિવારના વડીલો પણ બંનેના લગ્ન માટે રાજી થઈ ગયા છે. હવે નવેમ્બર ૨૦૨૬માં રાહુલ અને જૂલીના લગ્ન થવાની સંભાવના છે. જાેકે, લગ્નની પાક્કી તારીખ અને બાકીની તૈયારીઓને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ પુષ્ટિ સામે નથી આવી. જાે બધું નક્કી કરેલી યોજના પ્રમાણે થાય તો રશિયામાં શરૂ થયેલી આ પ્રેમ કહાની બિહારમાં લગ્ન સાથે નવા પડાવ પર પહોંચી શકે છે.
રાહુલ અને જૂલીની કહાની સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેનું કારણ માત્ર બે અલગ-અલગ દેશના લોકોનો પ્રેમ નથી, પરંતુ જૂલીનું પોતાના પ્રેમ માટે આટલી દૂર આવવું અને રાહુલની સાધારણ રહેણીકરણી છતાં તેની સાથે જિંદગી વિતાવવાનો ર્નિણય પણ છે.




