
સારી સ્ટોરી વિના કોઈ ફિલ્મ પાછળ નહીં ભાગું પ્રિયદર્શને ભાગમભાગ ટુ પછી હેરાફેરી થ્રીની પણ ના પાડી ૨૦૦૬માં આવેલી કોમેડી ફિલ્મ ‘ભાગમભાગ’નું ર્નિદેશન કરવાની ઓફર અક્ષય કુમારે પ્રિયદર્શનને કરી હતી ૨૦૨૦માંઆવેલી પ્રથમ ‘હેરાફેરી’ ફિલ્મના ર્નિદેશક પ્રિયદર્શને સોઇઝાટકીને કહી દીધું છે કે હેરાફેરી થ્રી કદી બનશે નહીં. અગાઉ હેરાફેરી થ્રી બનાવવા માટે પ્રિયદર્શનની પસંદગી કરવામાં આવી હતી પણ ફિરોઝ નડિયાદવાલા સાથે મતભેદ થવાને પગલે પ્રિયદર્શને આ પ્રોજેક્ટ છોડી દીધો હતો.અક્ષયકુમારની ‘ભાગમભાગ ટુ ફિલ્મ પણ પ્રિયદર્શને ડાયરેક્ટ કરવાની ના પાડી દેતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પહેલી ફિલ્મની સરખામણીમાં વધારે સારી સ્ટોરી હાથમાં ન હોય તો તેની સિક્વલ ન બનાવવી જાેઇએ. ૨૦૦૬માં આવેલી કોમેડી ફિલ્મ ‘ભાગમભાગ’નું ર્નિદેશન કરવાની ઓફર અક્ષય કુમારે પ્રિયદર્શનને કરી હતી.પ્રિયદર્શને જણાવ્યું હતું કે આજકાલ લોકો ફિલ્મ નથી બનાવતાં પણ પ્રોજેક્ટ પુરો કરી નાંખતા હોય છે. સિક્વલ બનાવવા માટે તેઓ પહેલી ફિલ્મે જનરેટ કરેલી વેલ્યુને વેચે છે.મને આ પ્રકારના પ્રોજેક્ટસમાં કોઇ રસ નથી. ‘હેરાફેરી થ્રી’ બાબતે પ્રિયદર્શને જણાવ્યું હતું કે હું કોઇ રીતે આ ફિલ્મ સાથે સંકળાયેલો નથી. ઘણાં બધાં કાનુની મુદ્દાઓ અને અંગત વાંધાવચકાંઓને કારણે આ ફિલ્મ કદી બનશે નહીં.




