
સૈફ અલી ખાને આખરે સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રવેશ કર્યાે વર્ષાે સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ સૈફ અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી સોશિયલ મીડિયાથી દૂર રહેવાને કારણે તેને શાંતિ મળતી હતી અને પ્રમોશનલ પોસ્ટ કરવાની વિનંતીઓથી પણ બચી શકતો હતો સૈફ અલી ખાને આખરે સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રવેશ કર્યાે છે. વર્ષાે સુધી જાહેર સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂર રહેલા સૈફે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર એન્ટ્રી કરી હતી. તેની આ શરૂઆત સાથે જ ચાહકોમાં ઉત્સુકતા વધી છે. સૈફે પોતાની પહેલી પોસ્ટમાં ‘પટૌડી લાઇબ્રેરી’નો ઉલ્લેખ કર્યાે હતો.સૈફ અલી ખાન પોતાની અંગત જિંદગીને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે જાણીતો છે. પત્ની કરીના કપૂર ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર પરિવાર અને અંગત જીવનની ઝલક શેર કરતી રહી છે, પરંતુ સૈફનું પોતાનું કોઈ જાહેર એકાઉન્ટ નહોતું. હવે ઇન્સ્ટાગ્રામ પર જાેડાયા બાદ તેણે સૌથી પહેલાં કરીનાને ફોલો કરી હતી. કરીનાએ પણ તેને ફોલો કરીને પ્રતિસાદ આપ્યો હતો.જાેકે, સૈફ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે અજાણ નહોતો. વર્ષ ૨૦૨૪માં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે ઇન્સ્ટાગ્રામ એપ હતી અને તે ક્યારેક એક ખાનગી એકાઉન્ટથી તેને જાેતો પણ હતો. જાેકે, તેને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાનું ખાસ પસંદ નહોતું. એકાઉન્ટ ડિલીટ કરવાનું વારંવાર વિચારવા છતાં તે એવું કરી શક્યો નહોતો.સૈફના મતે, સોશિયલ મીડિયા વ્યસનરૂપ બની શકે છે. તે સતત પોસ્ટ કરવા કે અન્ય લોકોની વસ્તુઓનું પ્રમોશન કરવાની જવાબદારીમાં બંધાઈ જવા માગતો નહોતો. સોશિયલ મીડિયાથી દૂર રહેવાને કારણે તેને શાંતિ મળતી હતી અને પ્રમોશનલ પોસ્ટ કરવાની વિનંતીઓથી પણ બચી શકતો હતો. સૈફની ઇન્સ્ટાગ્રામ પરની નવી શરૂઆત હવે ચાહકોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની વધુ ઝલક આપશે કે નહીં, તે જાેવું રસપ્રદ રહેશે.




