
અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર માહિતી આપી મેટાના સ્માર્ટ ગ્લાસિસ સ્લીપ મોડમાં પણ રેકોર્ડિંગ કરતા હોવાની ફરિયાદો એઆઈ આસિસ્ટન્ટ કોઈપણ સમયે એક્ટિવ થઈ જાય છે યુઝર્સની વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા માર્ક ઝકરબર્ગેની કંપની મેટાએ લોન્ચ કરેલા મેટા સ્માર્ટ ગ્લાસિસ યુઝરની જાણ વિના વાતચીત રેકોર્ડ કરતા હોવાની ફરિયાદો સામે આવી છે. મેટાના સ્માર્ટ ગ્લાસિસના કેટલાક યુઝર્સે દાવો કર્યાે છે કે, હે મેટાપબોલ્યા વગર એઆઈ આસિસ્ટન્ટ એક્ટિવ થઈ જાય છે. તેમની સામાન્ય વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટ મેટા એઆઈ એપમાં જાેવા મળ્યા હતા.એક યુઝરે સોશિયલ મીડિયા સાઈટ પર દાવો કર્યાે હતો કે, મેટા સ્માર્ટ ગ્લાસિસના સેકન્ડ અને થર્ડ જનરેશનના મોડલમાં રેકોર્ડિંગની સમસ્યા જાેવા મળી હતી. ઘણા યુઝર્સની વાતચીત ટ્રાન્સક્રિપ્ટ એપની હિસ્ટ્રીમાં જાેવા મળી હતી. ઘણા યુઝર્સે એઆઈ આસિસ્ટન્ટ એક્ટિવ કર્યા વિના એક્ટિવ રહેતું હોવાની ફરિયાદો કરી હતી.ઉલ્લેખનીય છે કે, મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં કેમેરા, માઈક્રોફોન અને એઆઈ આસિસ્ટન્ટની સુવિધા છે. તેના યુઝર્સ હાથનો ઉપયોગ કર્યા વિના ફોટા-વીડિયો લઈ શકે છે અને વોઈઝ કમાન્ડથી એઆઈ સાથે વાતચીત કરી શકે છે. આ સર્વિસ ઉપયોગી હોવા છતાં તે ગમે તે સમયે એક્ટિવ થતી હોવાથી યુઝર્સની પ્રાઈવસી જાેખમમાં મૂકાઈ છે.




