
ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકાનો ભાવ વધારો દશેરાના તહેવારમાં ફાફડા – જલેબીની લિજ્જત મોંઘી પડશે અમદાવાદમાં દશેરા પર ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ૧૨૦ સુધીનો વધારો થયો છે
શહેરમાં આ વર્ષે દશેરાના તહેવાર પર ફાફડા અને જલેબીનો સ્વાદ માણવો અમદાવાદીઓ માટે વધુ મોંઘો થઈ જશે. દશેરાના પવિત્ર દિવસે ફાફડા-જલેબી આરોગવાની પરંપરા વચ્ચે આ વખતે લિજ્જત મોંઘી પડવાની છે, કારણ કે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ નો મોટો વધારો નોંધાયો છે. મહત્વનું છે કે, તહેવારના ટાણે જ ફાફડા-જલેબીમાં ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે.
આ ભાવ વધારાને કારણે આ વખતે દશેરા પર અમદાવાદીઓના ખિસ્સા પર ભારે આર્થિક ભાર પડવાની છે. જે અંતર્ગત આ વર્ષે ભાવમાં થયેલા ફેરફારના મુખ્ય આંકડાઓ જાેઈએ તો ગત વર્ષે સરેરાશ રૂ. ૬૮૦ પ્રતિ કિલો ના ભાવે મળતા ફાફડા આ વર્ષે વધીને રૂ. ૮૦૦ પ્રતિ કિલો થયા છે. જ્યારે ગત વર્ષે જલેબીનો સરેરાશ ભાવ રૂ. ૮૦૦ પ્રતિ કિલો હતો, જે આ વર્ષે વધીને રૂ. ૮૮૦ પ્રતિ કિલો એ પહોંચ્યો છે.
મહત્વનું છે કે, ફાફડા અને જલેબી મોંઘા થવા પાછળ ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો મુખ્ય જવાબદાર છે. ખાસ કરીને તેલ, લોટ અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ઉત્પાદકો માટે જૂના ભાવે વેચાણ કરવું અશક્ય બન્યું છે. આ ઉપરાંત ગેસ અને મજૂરીના દરોમાં વધારો થવાના કારણે ફાફડા-જલેબીના ભાવ ઊંચા ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર જાેવા મળશે.
આમ તો દશેરાના તહેવાર દરમિયાન સરેરાશ પ્રથેક દુકાનદાર પરથી ૪૦૦ જેટલા ગ્રાહકો ફાફડા અને જલેબીની ખરીદી કરતા હોય છે. તહેવારની ઉજવણી માટે લોકો ખરીદી તો કરશે, પરંતુ કાચા માલ અને બનાવટના ખર્ચમાં થયેલા ભાવ વધારાના કારણે આ દશેરાએ ફાફડા-જલેબીની લિજ્જત મોંઘી બની છે.
જાેકે, મોંઘવારી ભલે ગમે તેટલી વધે, પરંતુ સુરતીઓનો તહેવાર પ્રત્યેનો ઉત્સાહ ક્યારેય ઓછો થતો નથી. સુરતના લોકો પોતાના ખાણીપીણીના શોખ માટે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ જાણીતા છે.
ભાવવધારો હોવા છતાં, દશેરાના પાવન દિવસે ફાફડા-જલેબીની દુકાનો બહાર લાંબી લાઈનો તો જાેવા મળશે જ. લોકો પૂર્વ તૈયારીઓ કરીને પણ વહેલી સવારથી મીઠાઈ લેવા પહોંચી જશે. પરિવારો ભેગા મળીને આ તહેવારની ભવ્ય ઉજવણી કરશે અને પરંપરાગત વાનગીઓની મજા માણશે. આર્થિક બોજ વધ્યો હોવા છતાં, વર્ષમાં એકવાર આવતા આ તહેવારને લોકો પૂરા હર્ષોલ્લાસથી મનાવશે.




