
સોનાના વાયદામાં રૂ.1100 અને ચાંદીના વાયદામાં રૂ.6900નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.558નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.170292.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5877.12 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163149ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163149 અને નીચામાં રૂ.161977ના સ્તરને સ્પર્શી, રૂ.163303ના આગલા બંધ સામે રૂ.1100 ઘટી રૂ.162203ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.612 ઘટી રૂ.132241 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.81 ઘટી રૂ.16628 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1121 ઘટી રૂ.162155ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163465ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163800 અને નીચામાં રૂ.162700ના મથાળે અથડાઈ, રૂ.163778ના આગલા બંધ સામે રૂ.908 ઘટી રૂ.162870 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.276988ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.276999 અને નીચામાં રૂ.270551ના મથાળે અથડાઈ, રૂ.277850ના આગલા બંધ સામે રૂ.6900 ઘટી રૂ.270950ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.6835 ઘટી રૂ.275815ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.6950 ઘટી રૂ.275802ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2138.92 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.8.15 ઘટી રૂ.1199.8ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.35 ઘટી રૂ.324.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.4.7 વધી રૂ.341.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 20 પૈસા વધી રૂ.188.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 9972.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4148ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4259 અને નીચામાં રૂ.4107ના મથાળે અથડાઈ, રૂ.133 વધી રૂ.4249 થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.7717ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8224 અને નીચામાં રૂ.7596ના મથાળે અથડાઈ, રૂ.7421ના આગલા બંધ સામે રૂ.558 વધી રૂ.7979ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.555 વધી રૂ.7979ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.9 વધી રૂ.285 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.8.7 વધી રૂ.285.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.985ના ભાવે ખૂલી, રૂ.27 વધી રૂ.1000ના સ્તરે પહોંચ્યો હતો. કોટન માર્ચ વાયદો રૂ.500 ઘટી રૂ.25500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.2528ના ભાવે ખૂલી, રૂ.22 ઘટી રૂ.2525ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6605.67 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5276.58 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1360.05 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 472.01 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 3.70 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 297.59 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 15.21 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 8331.40 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1626.28 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 9.24 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.26 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.51 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 10234 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61035 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 30351 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 423594 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 61037 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6794 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18213 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 66076 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 837 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 28819 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28118 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 40429 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 40429 પોઇન્ટના સ્તર અને નીચામાં 40166 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 137 પોઇન્ટ ઘટી 40200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.263.7 વધી રૂ.703.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.4 વધી રૂ.21.85ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.168 ઘટી રૂ.444 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.504 ઘટી રૂ.1054ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.77 ઘટી રૂ.10ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.12 વધી રૂ.7.96 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.277.05 વધી રૂ.723.55ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.65 વધી રૂ.22.55 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144.5 ઘટી રૂ.530ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2651 ઘટી રૂ.6977.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.140.1 ઘટી રૂ.261.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.75 ઘટી રૂ.17.5 થયો હતો.
સોનું માર્ચ રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.324 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.22.5 ઘટી રૂ.1154.5 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.27 વધી રૂ.22.8ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.5 ઘટી રૂ.5.5ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.149.1 ઘટી રૂ.262.15 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 ઘટી રૂ.18ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.357.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.58 વધી રૂ.850 થયો હતો.




