
કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં થનારું બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન.સન ફાર્મા અમેરિકાની ઓર્ગેનોનને ૧૧.૭૫ અબજ ડોલરમાં ખરીદશે.ભારતી એરટેલે કુવૈત સ્થિત ઝૈન ટેલિકોમનો આફ્રિકન બિઝનેસ ૨૦૧૦માં ૧૦.૭ અબજ ડોલરમાં ખરીદી લીધો હતો.સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમેરિકા સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને ૧૧.૭૫ અબજ ડોલરમાં ખરીદી લેશે. કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન છે. કંપની શેરદીઠ ૧૪ ડોલરના ભાવથી ઓર્ગેનોનના તમામ શેર ખરીદી લેશે. ઓર્ગેનોન વૈશ્વિક હેલ્થકેર કંપની છે, જે મર્ક (Merck)માંથી અલગ કરીને બનાવાઈ હતી. અમેરિકા અને કેનેડા સિવાય તે MSD તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૨૧માં તેને મર્કમાંથી અલગ કરવામાં આવી હતી. સન ફાર્મા દ્વારા ઓર્ગેનોનું આ એક્વિઝિશન કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં થનારું બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન છે. આ અગાઉ ટાટા સ્ટીલે વર્ષ ૨૦૦૭માં કોરસને ૧૨ અબજ ડોલરમાં ખરીદી હતી. ભારતી એરટેલે કુવૈત સ્થિત ઝૈન ટેલિકોમનો આળિકન બિઝનેસ ૨૦૧૦માં ૧૦.૭ અબજ ડોલરમાં ખરીદી લીધો હતો.આ એક્વિઝિશન બાદ સન ફાર્મા વિશ્વની વિમેન્સ હેલ્થની ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન પામશે જે ભવિષ્યના ગ્રોથ માટે મજબૂત કોમર્શિયલ પ્લેટફોર્મ પૂરું પાડશે. એ જ રીતે તે બાયોસિમિલરમાં વિશ્વની સાતમા ક્રમની કંપની બની જશે. સન ફાર્મા ઓર્ગેનોને ખરીદી લેશે તે સાથે તેનો બિઝનેસ વિશ્વના ૧૫૦ દેશોમાં ફેલાઈ જશે અને મહત્વના ૧૮ માર્કેટમાં તેનો દબદબો જાેવાશે, જે દરેકમાં ૧૦ કરોડ ડોલરથી વધુની આવક તે મેળવશે.



