
AI પર વૈશ્વિક અર્થતંત્રની વધતી ર્નિભરતા ચિંતાજનક વૈશ્વિક અર્થતંત્ર ‘એઆઈના એક જ પગ’ પર ઊભું છે : આઈએમએફ ચીફ AI કંપનીઓ વચ્ચેનું સર્ક્યુલર ફાઇનાન્સિંગ એક ટ્રિલિયન ડોલરને પાર, રોકાણકારોનો વિશ્વાસ ડગે તો બજારોમાં મોટો ઘટાડો આવી શકે
વિશ્વનું અર્થતંત્ર હાલમાં એઆઈ ક્ષેત્રના જાેરે આગળ વધી રહ્યું છે, પરંતુ આ ક્ષેત્ર પરની અતિશય ર્નિભરતા વૈશ્વિક નાણાકીય સ્થિરતા માટે જાેખમ ઊભું કરી શકે છે. આઈએમએફના અંદાજ પ્રમાણે એઆઈ કંપનીઓ વચ્ચેનું સર્ક્યુલર ફાઇનાન્સિંગ વધીને એક ટ્રિલિયન ડોલરથી વધારે થઈ ગયું છે. એઆઈમાં ઝડપથી વૃદ્ધિ પામતા રોકાણે વિશ્વના અર્થતંત્રોને નવી ઝડપ પૂરી પાડી છે. પણ આ ક્ષેત્ર પર વધતી ર્નિભરતા હવે નાણાકીય સ્થિરતા માટે જાેખમ બની શકે છે તેમ આઇએમએફના ચીફ જ્યોર્જિવાએ ચેતવણી આપી છે.આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)ની એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે જાે એઆઈ સેક્ટરમાં રોકાણકારોનો ભરોસો અચાનક ડગમગ્યો કે નબળો પડયો તો તેમા કડાકો બોલી શકે છે. આ સંજાેગોમાં વિશ્વસ્તરની આર્થિક વૃદ્ધિ પર અસર પડી શકે છે અને વિશ્વના બજારોમાં અસ્થિરતા વધી શકે છે. ફિલિપાઇન્સમાં એસોસિયેશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ના શિખર સમેલન દરમિયાન જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વભરના અર્થતંત્રો જાણે એઆઈના સહારે ઊભા હોય તેવી સ્થિતિ છે, જ્યારે સામાન્ય સંજાેગોમાં આવું ન હોય. શરીરનો બધો જ ભાર એક જ પગ પર તો હોય તો શું સ્થિતિ થાય. બસ આવી જ સ્થિતિ હાલમાં વૈશ્વિક અર્થતંત્રોની છે. બધા એક જ લાકડીના આધારે ટકેલા છે. હવે આ ટેકણ લાકડી નબળી પડે તો નાણાકીય અસ્થિરતા સજાર્ી શકે છે.તેમણે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું હતું કે, અર્થતંત્ર જાણે અત્યારે ‘એઆઈના એક જ પગ’ પર ઊભું છે. તેમનો સંકેત એ હતો કે વૈશ્વિક આથક વૃદ્ધિમાં એઆઈ ક્ષેત્રનું યોગદાન અને તેના પરની ર્નિભરતા સતત વી રહી છે. જાે આ ક્ષેત્રમાં મંદી આવે અથવા રોકાણકારોનો વિશ્વાસ ડગે તો તેની અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે.આઈએમએફના અંદાજ પ્રમાણે એઆઈ કંપનીઓ વચ્ચેનું સર્ક્યુલર ફાઇનાન્સિંગ વધીને ૧ ટ્રિલિયન ડોલરથી થોડું વધારે થઈ ગયું છે. આ વ્યવસ્થામાં એક એઆઈ કંપનીમાં રોકાણ કરવામાં આવેલા નાણાં આખરે ઓર્ડર અથવા ખરીદીના સ્વરૂપમાં ફરી રોકાણકાર સુધી પહોંચે છે. એટલે કે, રોકાણ અને ખરીદી એકબીજા સાથે જાેડાઈને નાણાંનો એક ચક્ર બનાવે છે.તેમણે એઆઈ કંપનીઓ વચ્ચે વધતા સર્ક્યુલર ફાઇનાન્સિંગને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. આ વ્યવસ્થામાં એક કંપનીમાં કરવામાં આવેલું રોકાણ છેવટે ઓર્ડર કે ખરીદીના માધ્યમથી રોકાણકારની પાસે પરત પહોંચે છે. આઇએમએફના અનુમાન મુજબ એઆઈ કંપનીઓમાં આ પ્રકારના સરક્યુલર ફાઇનાન્સિંગનો આકાર એક લાખ કરોડ ડોલરથી પણ વધારે થઈ ચૂક્યો છે. તેમા લગભગ બે તૃતિયાંશ હિસ્સો તો દેવાનો જ છે.હાલમાં તો તેનું કદ મોટું નથી, પરંતુ આ પ્રકારનું સરક્યુલર ફાઇનાન્સિંગ જે રીતે વધી રહ્યું છે તે બાબત ચિંતાજનક છે. એઆઈ સેક્ટરમાં સરક્યુલર ફાઇનાન્સિંગની ચર્ચામાં ચિપ ઉત્પાદક કેન્દ્ર એનવિડિયા પણ છે. છેલ્લા એક મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં એક લાખ કરોડ ડોલરથી પણ વધુનો કડાકો બોલ્યો છે.આઇએમએફ પ્રમુખની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે એઆઈ ઇન્ળાસ્ટ્રકચરમાં રોકાણ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વનો આધાર બની ગયું છે. ઉર્જાસંકટ અને ભૂરાજકીય તનાવના લીધે કેટલીય વૈશ્વિક વ્યવસ્થાઓની વૃદ્ધિ પર અસર પડી છે.




