
સાઇટસ પર ૧૨ નવેમ્બરે મોટો સાયબર એટેક થયો હતા.સાયબર એટેકથી વોલસ્ટ્રીટમાં ખળભળાટ, સેંકડો બેન્કોના ડેટાની ચોરીહેકર્સે કયાં ડેટાની તફડંચી કરી હતી, તેનું મૂલ્યાંકન કરવામાં કંપનીને બે સપ્તાહ લાગ્યાં હતાં.જેપી મોર્ગન, સિટી અને મોર્ગેન સ્ટેન્લી જેવી અમેરિકાની દિગ્ગજ બેન્કોને ટેકનોલોજી સર્વિસ પૂરી પાડતી કંપની સાઇટસ AMC પર એક મોટા સાયબર એટેકથી વોલસ્ટ્રીટમાં ખળભળાટ મચ્યો હતો. આ સાયબર એટેકને પગલે વિશ્વભરમાં ફેલાયેલી આ બેન્કોના સંવેદનશીસ લોન અને ગ્રાહક ડેટાની ચોરી થઈ હોવાની આશંકા છે.સાઇટસ પર ૧૨ નવેમ્બરે મોટો સાયબર એટેક થયો હતો અને કંપનીએ મોટાપાયે ડેટા ચોરી થઈ હોવાની બાબતને શનિવારે પુષ્ટી આપી હતી. હેકર્સે કયાં ડેટાની તફડંચી કરી હતી, તેનું મૂલ્યાંકન કરવામાં કંપનીને બે સપ્તાહ લાગ્યાં હતાં. સાઇટસ અમેરિકાની સેંકડો બેંકો અને નાણા સંસ્થાઓની ટેકનોલોજી વેન્ડર છે. તે લોનની સમગ્ર પ્રોસેસ, હપ્તાની ચુકવણી, પેમેન્ટ કલેક્શન જેવા મહત્ત્વપૂર્ણ કાર્યાે સંભાળે છે. તેથી આ સાયબર એટેકથી મોટાપાયે ડેટાચોરી થઈ હોવાની શક્યતા છે.તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર જેપી મોર્ગન ચેઝ, સિટીગ્રુપ અને મોર્ગન સ્ટેનલી સહિતની બેંકોને તાકીદ કરાઈ છે કે
તેમના ક્લાયન્ટ ડેટાની ચોરી થઈ હોવાની શક્યતા છે. કંપનીએ પુષ્ટિ આપી હતી કે હોમ લોન સંબંધિત માહિતી લીક થઈ છે. આનાથી હેકર્સને લોનધારકોની વ્યક્તિગત નાણાકીય વિગતોની પણ માહિતી પણ મળી હોઇ શકે છે.સાઇટસ એએમસીએ જણાવ્યું હતું કે સાયબર હુમલાની જાણ થયા પછી તેને તરત જ કાર્યવાહી કરી હતી અને ફોરેન્સિક નિષ્ણાતો અને ફેડરલ સત્તાવાળાઓ સાથે કામ કરી રહી છે. સિસ્ટમને રાબેતા મુજબની કરવામાં આવી રહી છે. બેંકોએ પોતે વિગતવાર જાહેર નિવેદનો આપ્યા નથી, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને પગલે ફાઇનાન્શિયલ સેક્ટરમાં તાત્કાલિક આંતરિક સમીક્ષાઓ શરૂ થઈ છે.આ સમગ્ર ઘટનાની તપાસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ પોતાના હાથમાં લીધી હતી. એજન્સી હેકર્સે કેવી રીતે ડેટાનો એક્સેસ મેળવ્યો તેની તપાસ ચાલુ કરી હતી. એફબીઆઈના વડા કશ્યપ પટેલે જણાવ્યું હતું કે એજન્સી પ્રભાવિત નાણા સંસ્થાઓ સાથે નજીકથી કામ કરી રહી છે. અત્યાર સુધી બેંકિંગ સિસ્ટમમાં કોઈ સંચાલકીય વિક્ષેપ આવ્યો નથી. પુરાવાઓના વિશ્લેષણ પછી વધુ સ્પષ્ટતા કરવામાં આવશે.




