
ઈશા દેઓલે શેર કર્યો વીડિયો.છેલ્લી ફિલ્મના શૂટિંગમાં ભાવુક થઈ ગયા હતા ધર્મેન્દ્ર, માંગી હતી માફી.વીડિયો ક્લિપમાં ધર્મેન્દ્ર ફિલ્મ ઈક્કીસના સેટ પર હાજર તમામ ક્રૂ મેમ્બર્સ અને કલાકારો સાથે વાતચીત કરતા જાેવા મળે છે.આજે પણ કરોડો લોકોના પ્રિય એવા બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્રનો એક અત્યંત ભાવુક વીડિયો તેમની પુત્રી ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો તેમની ફિલ્મ ઈક્કીસના શૂટિંગના અંતિમ દિવસનો છે, જેની ભાવનાત્મક ક્ષણો જાેઈને ચાહકો પણ ગદગદિત થઈ ગયા છે.
વીડિયો ક્લિપમાં ધર્મેન્દ્ર ફિલ્મ ઈક્કીસના સેટ પર હાજર તમામ ક્રૂ મેમ્બર્સ અને કલાકારો સાથે વાતચીત કરતા જાેવા મળે છે. તેઓ અત્યંત શાંત અને ગંભીર અંદાજમાં કહે છે કે, આજે આ શૂટિંગનો છેલ્લો દિવસ છે અને આ પ્રસંગે હું ખુશ પણ છું અને દુ:ખી પણ.
ધર્મેન્દ્રએ સૌનો આભાર માનતા ભાવુક થઈને કહ્યું કે, જાે મારાથી ક્યારેય કોઈને તકલીફ પહોંચી હોય અથવા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો મને માફ કરી દેજાે. તેમની આ નમ્રતા જાેઈને સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ હતી.
ઈશા દેઓલે આ વીડિયો શેર કરતા લખ્યું કે, મારા પિતા હંમેશા આવા જ રહ્યા છે, તેઓ બેસ્ટ છે. ઈશા પહેલા સની દેઓલે પણ આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, એક સ્મિત જેણે અંધકારને રોશન કરી દીધો. પપ્પાએ આપણને તેમની છેલ્લી ફિલ્મ ઈક્કીસની ભેટ આપી છે. ચાલો આ નવા વર્ષે સિનેમાઘરોમાં તેમને યાદ કરીએ.
ધર્મેન્દ્રએ વીડિયોમાં ફિલ્મ ઈક્કીસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન બંને દેશોના લોકોએ જાેવી જાેઈએ. મારું માનવું છે કે આ ફિલ્મ બંને દેશો વચ્ચે પ્રેરણા અને એકતાનું પ્રતીક બનશે.
આ ફિલ્મના મહત્ત્વના પાસાઓ પર નજર કરીએ તો, તેનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ એક વોર-ડ્રામા ફિલ્મ છે, જે પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેત્રપાલના શૌર્યગાથા અને જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં તેઓ અરુણ ખેત્રપાલના પિતાના પાત્રમાં જાેવા મળશે.




