
નાગિન ફિલ્મ માટે હિરોઈન અંગે અટકળ શરૂ એક્તા કપૂર હવે ટીવીને બદલે મોટા પડદા માટે નાગીન ફિલ્મ બનાવશે ૨૦૨૫ માં પહેલીવાર નાગિન ટીવી શ્રેણી રજૂ થઇ ત્યારે મૌની રોય અને અર્જુન બિજલાનીની જાેડી તેમાં હતી
એક્તા કપૂરે નાગિન ફિલ્મ આવી રહી હોવાના સંકેતો આપ્યા છે. એક્તાએ તેની ટીવી સિરિયલ્સમાં નાગિનની ભૂમિકાઓ ભજવનારી વિવિધ એક્ટ્રેસીસના શોટ ભેગાં કરેલી બનાવેલો વિડિયો શેર કરી જણાવ્યું હતું કે કશુંક વધુ રોમાંચક આવી રહ્યું છે. હેપી નાગપંચમી.એક્તાએ નાગપંચમીના દિવસે ઇન્સ્ટા પર વિડિયો શેર કરી જણાવ્યું હતું કે નાગિને ૧૧ વર્ષ ટીવીના નાના પડદે રાજ કર્યું છે. હવે બાલાજી ટેલિફિલ્મ્સ લિ. આ ળેન્ચાઇઝીને ટીવીની પણ પેલે પાર લઇ જવા તૈયાર છે. એક્તા કપૂર નાગિન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કોને પસંદ કરે છે તેના પર બધાની નજર છે.૨૦૨૫ માં પહેલીવાર નાગિન ટીવી શ્રેણી રજૂ થઇ ત્યારે મૌની રોય અને અર્જુન બિજલાનીની જાેડી તેમાં હતી. એ પછી ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિ નાગિન બની હતી. જ્યારે ચોથી સીઝનમાં નિયા શર્મા નાગિન બની હતી પણ કોરોના મહામારીને કારણે સિરિયલ અચાનક બંધ કરી દેવી પડી હતી.




