
બિઝનેસ વર્લ્ડમાં મોટું નામ ધરાવતી ગર્લફ્રેન્ડ ચર્ચામાં! વિસ્ફોટક બેટર અભિષેક શર્મા પ્રેમમાં ‘ક્લિન બોલ્ડ’ લૈલા ફૈસલે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો કોર્સ કર્યાે હતો શેર-એ-પંજાબ T20 લીગમાં અમૃતસર સુરમાસ ટીમના કેપ્ટન અને ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા પોતાના શાનદાર પ્રદર્શનની સાથે અંગત જીવનને લઈને પણ ભારે ચર્ચામાં છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેના અફેરની અફવાઓએ ફરી જાેર પકડ્યું છે. મેચ પૂરી થયા બાદ કેટલીક વાર અભિષેક તેમની સાથે સમય વિતાવતા જાેવા મળ્યા છે. IPL ૨૦૨૫ના સમયથી જ બંનેના ડેટિંગના સમાચાર વહેતા થયા હતા. જાેકે બંનેમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.ભારતીય ક્રિકેટર સાથે નામ જાેડાયા બાદ લૈલા ફૈસલ અચાનક લાઈમલાઈટમાં આવી છે. જાે કે તે ગ્લેમર ક્ષેત્ર સાથે નહી પરંતુ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા છે. લૈલા દિલ્હીની વતની છે અને જાણીતા કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેણે પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), આર.કે. પુરમમાંથી પૂરું કર્યું હતું અને ત્યારબાદ કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજી વિષયમાં ડિગ્રી મેળવી હતી.લૈલા ફૈસલે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો કોર્સ કર્યાે હતો. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ કોલેજની ફેશન સોસાયટીના લીડર પણ રહી હતી. ભારત પરત ફર્યા બાદ તેણે પોતાના પિતાની ફર્મ ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે જવાબદારી સંભાળી હતી.પોતાના પિતાના બિઝનેસને આગળ ધપાવવાની સાથે લૈલા પોતાની અલગ ઓળખ ઊભી કરવા માગતી હતી. આ જ હેતુથી તેણે વર્ષ ૨૦૨૨માં પોતાની માતા સાથે મળીને ‘લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ’ નામનું હાઈ-એન્ડ લેબલ શરૂ કર્યું હતું. લૈલા ફૈસલ પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે.




