
સલમાન બાદ શાહરુખના ઘરે પણ સાપ પરોણો શાહરૂખના મન્નત બંગલામાં બે સાપ નીકળ્યા: એક મળ્યો, બીજાે સરકી ગયો જાેક, હાલ બંગલાનું રિનોવેશન ચાલતું હોવાથી શાહરુખ પરિવાર અન્યત્ર ભાડે રહે છે
શાહરૂખ ખાનના મુંબઇમાં બાન્દ્રા પશ્ચિમ વિસ્તારમાં આવેલાં મન્નત બંગલામાં રવિવારે બે સાપ નીકળ્યા હતા. મન્નત બંગલામાં એક સીડીની નીચે બંને સાપ ગુંચડું વળીને પડેલાં દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે શાહરુખના ઘરથી થોડાં ડગલાં દૂર આવેલાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પણ થોડા સમય પહેલાં સાપ નીકળ્યો હતો. મુંબઈમાં ચોમાસા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં સાપ નીકળવા બહુ સામાન્ય ગણાય છે.સર્પમિત્ર વિકી દુબેને રવિવારે સાંજે આઠ વાગ્યાના સુમારે ફોન આવ્યો હતો કે મન્નત બંગલામાં બે સાપ નીકળ્યા છે.વિકીએ તરત જ વન વિભાગના રાઉન્ડ ઓફિસર દિપક દાદા ગાયકવાડને તથા થાણે મુંબઇ રેન્જ ઓફિસને જાણ કરી હતી.વનખાતાના અધિકારીઓ સાથે સર્પમિત્ર મન્નત બંગલામાં પહોંચતા તેમને આઠ ફૂટ લાંબી ધામણ દેખાતાં તેને બચાવીને કુદરતી રહેઠાણમાં છોડી મુકવામાં આવી હતી, પરંતુ લોકોની હિલચાલ થતાં બીજાે સાપ સરકી ગયો હતો.ઉલ્લેખનીય છે કે શાહરુખ હાલ મન્નત બંગલામાં બે માળ એક્ષ્ટેન્ડ કરાવી રહ્યો છે. આથી તે પરિવાર સમેત પાલી હિલમાં ડુપ્લેક્સ ફલેટમાં ભાડે રહેવા ગયો છે. જાેકે, તેમ છતાં પણ શાહરુખના બંગલા સામે દિવસભર મોટી સંખ્યામાં ચાહકોની ભીડ જામેલી રહે છે.




