
ભૂત બંગલા ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી હોરર-કોમેડી ફિલ્મે કમાણીમાં મુંજ્યા, બેડ ન્યૂઝના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડ્યા અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૭ વર્ષે જે ફિલ્મમાં એકસાથે આવ્યા છે એવી ‘ભૂત બંગલા’એ થિયેટરોમાં તેના પ્રથમ અઠવાડિયાનો અંત આશાસ્પદ તબક્કા પર કર્યાે છે. આ હોરર-કોમેડી ફિલ્મે ટિકિટ વિન્ડો પર સારી શરૂઆત કરી હતી અને વીકડેઝ દરમિયાન તેનું મોમેન્ટમ જાળવી રાખ્યું હતું અને પ્રથમ અઠવાડિયાના અંતે વૈશ્વિક સ્તરે ૧૫૦ કરોડના આંકથી થોડું ઓછું રહી હતી. તે બોલિવૂડની ટોપ ૬ સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મોમાં સ્થાન મેળવી ચૂકી છે.ભૂત બંગલા ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી, જેના એક દિવસ પહેલા પેઇડ પ્રિવ્યૂ રાખવામાં આવ્યાં હતાં. આ ફિલ્મે પ્રથમ વીકએન્ડમાં ભારતમાં ૫૮ કરોડ કમાયા હતા. ત્યારબાદ સોમવારે થોડી નિરાશાજનક કમાણી રહી, જ્યાં ફિલ્મે માત્ર ૬.૭૫ કરોડ જ કમાયા. પરંતુ મંગળવારે ફિલ્મે ફરીથી જાેરદાર વાપસી કરી અને ૮ કરોડ કમાયા. ત્યારબાદ ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જાેવા મળ્યો, છતાં વીકડેઝ દરમિયાન તે સ્થિર ગતિએ આગળ વધી હતી. ગુરુવારે ફિલ્મે ભારતમાં ૫.૧૫ કરોડ ઉમેર્યા, જે બુધવારની તુલનામાં ૧૬% ઓછા હતા. આ સાથે, સાત દિવસ બાદ ફિલ્મનું દેશમાં કુલ કલેક્શન ૮૪.૦૫ કરોડ થયું છે.ભૂત બંગલાએ વિદેશોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. પેઇડ પ્રિવ્યુ અને ઓપનિંગ ડે પર સામાન્ય શરૂઆત પછી, ફિલ્મે બીજા અને ત્રીજા દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ મિલિયન ડૉલર કમાયા હતા. એક અઠવાડિયા બાદ તેનું ઓવરસીઝ કલેક્શન ૩.૮ મિલિયન ડૉલર હતું. ફિલ્મની કુલ વર્લ્ડવાઈડ કમાણી હવે ૧૩૫ કરોડ રહ્યું છે. જ્યારે ફિલ્મની દૈનિક કમાણી ૧૦ કરોડથી ઓછી થઈ ગઈ છે, ત્યારે બીજા વીકએન્ડમાં તેમાં ઉછાળો જાેવા મળી શકે છે અને અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં ૧૫૦ કરોડ પાર કરી શકે છે. જાે બીજા વીકએન્ડમાં મજબૂત ઉછાળો મળે, તો ફિલ્મ ૨૫૦ કરોડથી વધુના લાઈફટાઈમ કલેક્શનનું લક્ષ્ય રાખી શકે છે. પરંતુ તેનાથી વધુ કોઈ માઈલસ્ટોન મેળવવું મુશ્કેલ લાગે છે. ૧૩૫ કરોડના વર્લ્ડવાઈડ ગ્રોસ સાથે, ભૂત બંગલા આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની છે અને બોલિવૂડનાં ઇતિહાસની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મ પણ બની છે. ગુરુવારે ફિલ્મે મેડોકની મુંજ્યા (૨૦૨૪)ના ૧૩૨ કરોડના અંતિમ કલેક્શનને પાછળ મૂક્યું. તે ઉપરાંત, અક્ષય કુમારની ૨૦૨૩ની હિટ બેડ ન્યૂઝનાં ૧૧૬ કરોડના કુલ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.હવે ભૂત બંગલા હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મોની યાદીમાં માત્ર સ્ત્રી ૨ની ૮૭૫ કરોડ, ભૂલ ભુલૈયા ૩ની ૪૨૪ કરોડ, ભૂલ ભુલૈયા ૨ની ૨૬૬ કરોડ, સ્ત્રીની ૧૮૦ કરોડ, અને થમ્માની ૧૭૦ કરોડની કમાણીથી પાછળ છે. તે ટોપ ૩માં પ્રવેશવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ સ્ત્રી ૨ અને ભૂલ ભુલૈયા ૩ના કલેક્શન સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે.



