
FWICE ના અસહકાર આંદોલન પછી પ્રલયની ટીમ ફેડરેશન સાથે વાત કરશે.રણવીર સિંહ ઓગસ્ટથી ‘પ્રલય’નું શૂટ શરૂ કરશે.જય મહેતા આ ફિલ્મથી ડેબ્યુ કરે છે આ પહેલાં તેણે સ્કેમ ૧૯૯૨માં ડિરેક્શનમાં આસિસ્ટ કર્યું હતું.રણવીર સિંહે ધુરંધર પછી ફરહાનની ડોન ૩ છોડીને પ્રલય પસંદ કરી હતી. તાજેતરમાં FWICE ના અસહકાર આંદોલનની જાહેરાત પછી પણ આ ફિલ્મનું કામ યોગ્ય ગતિએ ચાલુ છે. હવે પ્રલય અંગેના અહેવાલો મુજબ રણવીર ઓગસ્ટમાં આ ફિલ્મનું કામ શરૂ થઈ શકે છે. તાજેતરમાં રણવીર સિંહ ઘણા વિવાદમાં છે, ડોન ૩ના કારણે એ ઘણો ચર્ચામાં છે. અગાઉ ફરહાન અખ્તરની આ ફિલ્મમાંથી રણવીર બહાર નીકળી ગયો હતો, જેના પછી એક્સેલ એન્ટરટેઇનમેન્ટે પ્રોજેક્ટમાં આવેલા વિક્ષેપને કારણે ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરતા તેમણે FWICE નો સંપર્ક કર્યાે હતો. અહેવાલો મુજબ, પ્રોડક્શન હાઉસે પ્રી-પ્રોડક્શન ખર્ચ માટે રૂ. ૪૫ કરોડના વળતરની પણ માંગ કરી હતી.હવે એવા અહેવાલો છે કે આ વિવાદ પછી પણ રણવીરની પ્રલયના કામમાં કોઈ ફરક પડ્યો નથી. આ અંગે એક સુત્રએ જણાવ્યું, “બધું જ તેનાં યોગ્ય ક્રમમાં ચાલી રહ્યું છે અને યોગ્ય ગતિએ ચાલે છે. FWICE ની ગેરવ્યાજબી સુચનાઓની ફિલ્મ પર કોઈ અસર પડી નથી. ઓગસ્ટમાં પ્રલયનું કામ શરૂ થઈ જશે.” જાેકે, હજુ પ્રલયની ટીમે શૂટિંગ શીડ્યુલ જાહેર કર્યું નથી કે પછી આ વિવાદ અંગે કોઈ જ નિવેદન પણ આપ્યું નથી. પ્રલય એક મહત્વાકાંક્ષી અલગ પ્રકારની ફિલ્મ છે જેમાં મુંબઇમાં પ્રલય આવી ગયો છે. આ ફિલ્મમાં એઆઈથી બનેલા વિઝ્યુઅલનો પણ ખુબ ઉપયોગ કરવામાં આવશે.આ ફિલ્મ જય મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, જે હંસલ મહેતાનો દિકરો છે. જય મહેતા આ ફિલ્મથી ડેબ્યુ કરે છે આ પહેલાં તેણે સ્કેમ ૧૯૯૨માં ડિરેક્શનમાં આસિસ્ટ કર્યું હતું. જ્યારે રણવીર સિંહ પણ પ્રલય અને ડોન ૩ અંગે કોઈ જ નિવેદન આપ્યું નથી. તેની ટીમ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.



