
શાહરુખ ‘કિંગ’ના વ્યસ્ત શીડ્યુલને કારણે ઓફર સ્વીકારી શક્યો નહીં.રજનીકાંતની ‘જેલર ૨’માં શાહરુખના બદલે રિતિકના કેમિયોની ચર્ચા.ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જાેવા મળશે.રજનીકાંતની આગામી ફિલ્મ ‘જેલર ૨’ અંગેના તાજેતરના અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ રિતિક રોશનનો એક ખાસ કેમિયો માટે સંપર્ક કરી રહ્યા છે. શરૂઆતમાં આ રોલ માટે શાહરુખ ખાનનું નામ ચર્ચામાં હતું, પરંતુ કહેવાય છે કે કિંગ ફિલ્મનાં વ્યસ્ત શીડ્યુલને કારણે તેણે આ ઓફર સ્વીકારી નથી.અહેવાલ અનુસાર, હવે નિર્માતાઓ આ રોલ માટે રિતિક રોશન સાથે ચર્ચા કરી રહ્યા છે. જાેકે, અત્યાર સુધી ફિલ્મમેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી આ માહિતી હાલમાં માત્ર અટકળો તરીકે જ જાેવામાં આવી રહી છે.જેલર ૨નું ડિરેક્શન નેલ્સન દિલીપકુમાર કરી રહ્યા છે અને તેમાં રજનીકાંત ફરી એકવાર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મમાં પહેલા ભાગની ઘટનાઓ પછીની કહાની આગળ વધારશે.ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ.જે. સુર્યા અને સુરજ વેન્જારામૂડુ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. સાથે જ મોહનલાલ અને શિવા રાજકુમાર પણ પોતાના પાત્રો ફરી ભજવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે, જાેકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો, તેઓ હાલમાં ટેમ્પરરી ટાઇટલ થલાઈવર ૧૭૩ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ કમલ હાસનના બેનર રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ હેઠળ થઈ રહ્યું છે. શરૂઆતમાં સુંદર સી દિગ્દર્શન કરવાના હતા, પરંતુ બાદમાં તેઓ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સિબી ચક્રવર્તીનું નામ જાેડાયું હતું, જાેકે હવે અહેવાલો મુજબ આશ્વથ મારિમુથુ ફિલ્મ સંભાળી શકે છે.આગળ જઈને રજનીકાંત અને કમલ હાસન ફરી એકવાર એક સાથે જાેવા મળે તેવી પણ ચર્ચા છે. આ પ્રોજેક્ટ પણ નેલ્સન દિલીપકુમાર ડિરેક્ટ કરશે અને અનિરુદ્ધ રવિચંદર સંગીત આપશે.



