
૨૦૨૬ની શરૂઆતમાં, ભૂમિ ક્રાઇમ થ્રિલર ડાલદામાં જાેવા મળી ‘એક્ટ્રેસ સ્ક્રિપ્ટ પસંદ કરવામાં વધુ હિંમતવાન છે’ : ભૂમિ ૨૦૨૫માં, ભૂમિ મેરે હસબન્ડ કી બીવીમાં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ સાથે જાેવા મળી હતી અભિનેત્રી ભૂમિ પેડનેકર માને છે કે પ્રયોગશીલ કે રીસ્કી સ્ક્રિપ્ટ પસંદ કરવાની બાબતમાં એક્ટ્રેસ વધુ હિંમતવાળી હોય છે અને ભૂમિ કહે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે ભારતમાં મહિલા કલાકારો માટે યોગ્ય અને સમાન તક ઊભી કરી છે. તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ OTT કારણે થયેલા બદલાવ વિશે વાત કરી અને ઇન્ડસ્ટ્રીમાં આવતી નવી અભિનેત્રીઓ માટે સલાહ પણ આપી હતી.ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હી (IFFD) ૨૦૨૬ દરમિયાન ભૂમિએ કહ્યું, “મને લાગે છે કે OTT સાથે, ખાસ કરીને સ્ત્રીઓ માટે, વાર્તાઓ અને પાત્રો ઘણાં મજબૂત બન્યાં છે, કારણ કે ઘણાં શો અને ફિલ્મો મહિલાઓ કેન્દ્રિત છે.
સ્ત્રીઓ હંમેશા સ્ક્રિપ્ટ પસંદ કરતી વખતે વધુ હિંમત અને બહાદુરી દર્શાવે છે. ઓટીટી માત્ર તેમને યોગ્ય પ્લેટફોર્મ આપે છે.”ઇન્ડસ્ટ્રીમાં આવવા ઇચ્છતી છોકરીઓ માટે સલાહ આપતાં તેણે ઉમેર્યું, “હજુ પણ ભારતમાં, આપણે માનીએ છીએ કે ફિલ્મોની દુનિયા ખુબ જાેખમી છે, પરંતુ એવું નથી. ઘણી મહિલાઓ અહીં ખૂબ સક્ષમ બની છે. જાે તમારું સ્વપ્ન છે, તો ઘણા લોકો ‘ના’ કહેશે, પરંતુ તમારે એ ‘હા’ તરીકે સાંભળવી પડશે. હંમેશા સુરક્ષિત રહો અને કયા લોકો સાચા છે અને કયા ખોટા છે તે ઓળખો. અનુભવ તમને એ શીખવી દેશે.”૨૦૨૫માં, ભૂમિ મેરે હસબન્ડ કી બીવીમાં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ સાથે જાેવા મળી હતી. આ વર્ષે તેની એકમાત્ર થિએટર ફિલ્મ રિલીઝ હતી. તે ઉપરાંત તેણે નેટફ્લિક્સની રોમેન્ટિક ડ્રામા ધ રોયલ્સમાં ઈશાન ખટ્ટર સામે અભિનય કર્યાે હતો. જાેકે, આ શોને સમીક્ષકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ પ્લેટફોર્મ પર તેણે અનેક વ્યૂઅરશિપના રેકોર્ડ તોડ્યા. ૨૦૨૬ની શરૂઆતમાં, ભૂમિ ક્રાઇમ થ્રિલર ડાલદામાં જાેવા મળી, જેમાં તેણે ટ્રોમેટિક ભૂતકાળ ધરાવતી મુંબઈ પોલીસ અધિકારીનું પડકારજનક પાત્ર નિભાવ્યું હતું.




