
બૉબી દેઓલે આલ્ફામાં આલિયા સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી બે છોકરીઓને લઇને ભારતમાં એક્શન ફિલ્મ બને છે એ જ કમાલ છે : બૉબી દેઓલ બોબીએ આગળ આદિત્ય ચોપરા અને દિગ્દર્શક શિવ રાવેલના પણ વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ છે અને ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થશે બૉબી દેઓલે એક્શન હિરોની ઇમેજમાંથી બહાર નીકળીને છેલ્લા કેટલાંક વર્ષાેમાં અલગ અલગ રોલ કર્યા છે. પરંતુ તે ફરી એક્શન રોલમાં પાછો ફરી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સનાં સ્પાય યુનિવર્સની ફિલ્મ આલ્ફામાં બૉબી દેઓલે આલિયા અને શર્વરી સાથે અઘરા સ્ટંટ અને એક્શન સીન કર્યા છે. આ ફિલ્મના પોતાના અનુભવો વિશે વાત કરતા બોબીએ કહ્યું કે ભારત જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે યુવતીઓને કેન્દ્રમાં રાખીને બનેલી આ એક્શન ફિલ્મ ખરેખર નવી અને તાજગીભરી વાત છે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ડિરેક્શન શિવ રવેલે કર્યું છે. આ ફિલ્મ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા બૉબી દેઓલે ફિલ્મના અનોખા કન્સેપ્ટના વખાણ કરી અને કહ્યું કે તેને આલિયા ભટ્ટ સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તેણે એ પણ યાદ કર્યું કે એનિમલ પછી હવે તેણે આલિયા સાથે પણ એક્શન સીનમાં સ્ક્રીન શેર કરી છે.બૉબીએ કહ્યું, “મને રણબીર કપૂર અને આલિયા બંને ખુબ ગમે છે અને હું હંમેશા બંને સાથે કામ કરવા માંગતો હતો. રણબીર સાથે મેં એનિમલ કરી હતી અને હવે આલિયા સાથે આલ્ફા કરી છે. બંને સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. ભારત જેવી ઇન્ડસ્ટ્રીમાં બે છોકરીઓને લઈને એક્શન ફિલ્મ બનાવવી ખરેખર કમાલની વાત છે. મને આલ્ફા બહુ ગમે છે કારણ કે આ કંઈક નવું, તાજગીસભર અને થિયેટરમાં દર્શકો માટે એક નવો વિઝ્યુઅલ એક્સ્પિરીયન્સ છે.”બોબી દેઓલ ખાસ તો આલિયાની મહેનત અને એક્શન સીન માટેની તૈયારીથી પ્રભાવિત થયો હતો. તેણે કહ્યું, “આલિયા સૌથી મહેનતુ અને ઈમાનદાર અભિનેત્રીઓમાંની એક છે, જેની સાથે મેં કામ કર્યું છે. તે દરેક સીન માટે સંપૂર્ણ તૈયારી કરીને સેટ પર આવતી હતી. આ પ્રકારની એક્શન તેણે પહેલાં ક્યારેય કરી નહોતી, એની તૈયારી જાેઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એક્શન કરવી સહેલી નથી.”બોબીએ આગળ આદિત્ય ચોપરા અને દિગ્દર્શક શિવ રાવેલના પણ વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ છે અને ફિલ્મ ૧૦ જુલાઈએ રિલીઝ થશે.



