
સોશિયલ મીડિયા પર વાયરલ જાહ્નવીના અભદ્ર એઆઈ વીડિયોથી સાઉથના સ્ટાર્સ ઉકળી ઉઠયા જાહ્નવીના ચાહકો આ વીડિયોથી ભારે નારાજ થયા હતા અને તેમણે દોષિતને શોધી કાનૂની પગલાં ભરવા માગણી કરી હતી જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની તેલુગુ ફિલ્મ ‘દેવરા’નાં એક ગીતના મૂળ વીડિયોમાં એઆઈથી ચેડાં કરી અભદ્ર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાતાં સાઉથના સ્ટાર્સ ઉકળી ઉઠયા છે.જુનિયર એનટીઆરએ આ કૃત્યને અતિશય તિરસ્કારજનક અને શરમજનક ગણાવતાં કહ્યું હતું કે પોતે આ મુદ્દે કાનૂની પગલાં લેશે. તેણે કહ્યું હતું કે અતિશય નિમ્ન માનસિકતા ધરાવતા લોકોએ આ કૃત્ય કર્યુું છે અને પોતે તેમાંથી કોઈને પણ છોડવાનો નથી.બીજી તરફ ચિરંજીવીએ આ વીડિયોને વખોડી કાઢી પોતે આ મુદ્દો તેલુગુ ફિલ્મ સંગઠનો સમક્ષ ઉઠાવશે તેમ કહ્યું હતું. વિજય દેવરકોંડા તથા ખુશ્બુ સુંદર સહિતના કલાકારોએ પણ આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.જાહ્નવીના ચાહકો આ વીડિયોથી ભારે નારાજ થયા હતા અને તેમણે દોષિતને શોધી કાનૂની પગલાં ભરવા માગણી કરી હતી.




