
બિહાર વિદ્યાર્થી પ્રદર્શન પર ફાયરિં સુપ્રીમ કોર્ટમાં સરકારનો ખુલાસો; સિવાન અને હાથી ચોકની ઘટનાઓની તપાસ તેજ ઘટના બાદ સંબંધિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને વિભાગીય તપાસ શરૂ કરાઈ હતી
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અને કથિત ફાયરિંગનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે ૨૨થી ૨૫ જુલાઈ દરમિયાન અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓ, વહીવટી અધિકારીઓ તેમજ કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.
બિહાર સરકારના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનાક્રમને લઈને ૬૯ FIR નોંધવામાં આવી હતી અને આશરે ૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે, અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા ૨૨૨ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાનું સરકારના સોગંદનામામાં જણાવાયું છે. સગીરોને પણ નિયમ મુજબ બોન્ડ પર છોડવામાં આવ્યા હતા.
છપરામાં થયેલી હિંસક ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સરકારના જણાવ્યા મુજબ, એક અધિકારીની આંખને ગંભીર નુકસાન થયું હતું, જ્યારે અન્ય એક અધિકારીને માથામાં ઈજા થઈ હતી.
સરકારના સોગંદનામા મુજબ, સિવાનમાં ભીડ વચ્ચે ફસાયેલા એક પોલીસ કોન્સ્ટેબલે પોતાની છદ્ભ-૪૭ રાઇફલથી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નહોતી. ઘટના બાદ સંબંધિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને વિભાગીય તપાસ શરૂ કરાઈ હતી.
બીજી તરફ, હાથી ચોક વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાની સર્વિસ પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સોગંદનામામાં જણાવાયું છે. આ ઘટનામાં ત્રણ પ્રદર્શનકારીઓને સામાન્ય ઈજા થઈ હોવાનું સરકારનું કહેવું છે. ફાયરિંગ અંગે બેલેસ્ટિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર ઘટનાક્રમ સાથે જાેડાયેલા વીડિયો ફૂટેજ અને અન્ય ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે. સાથે જ પ્રદર્શનકારીઓની અંગત માહિતી, ડિજિટલ ડેટા અથવા ઓળખ સોશિયલ મીડિયા કે અન્ય જાહેર માધ્યમો પર જાહેર ન કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગને યોગ્ય ગણાવતા જણાવાયું છે કે અનેક સ્થળોએ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. હવે સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજાે અને ઉપલબ્ધ વીડિયો પુરાવાના આધારે સમગ્ર ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે.




