
યમનમાં આકરી કાર્યવાહી: સંખ્યાબંધ હુથીઓના મોતની સંભાવના હોર્મુઝ ખાડી મુદ્દે ઈરાન સાથે ડીલ કરશો તો ઓમાન પર બોમ્બ ફેંકીશું : ટ્રમ્પ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજાેનું સંચાલન કરવું તે અંગે ઓમાન સાથે સમજૂતીની નજીક છીએ : ઈરાન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જાે હોર્મુઝની ખાડીમાં ઇરાનના જહાજાેને અટકાવવામાં ઓમાન વચ્ચે પડયું તો અમેરિકા તેના પર પણ બોમ્બમારો કરતાં નહીં ખચકાય. ટ્રમ્પે ધ ફોક્સ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જાે ઇરાન સામેની કાર્યવાહીમાં ઓમાન અમારા રસ્તામાં આવ્યું તો અમે તેના પર પણ બોમ્બમારો કરીશું.આમ ટ્રમ્પની ધમકીએ ફરીથી પાછું મધ્યપૂર્વેને હચમચાવી નાખ્યું છે. તેમણે આ વાત ઇરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝની ખાડીના સંયુક્ત સંચાલનને લઈને મંત્રણા ચાલી રહી છે તેના સંદર્ભમાં જણાવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇરાને શરણાગતિનો શ્વેત ધ્વજ ફરકાવી દેવો જાેઈએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે શાંતિને લઈને મને કોઈ ઉતાવળ નથી. મધ્યવર્તી ચૂંટણીના ઇરાન યુદ્ધને લઈને મારી વિચારસરણી સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકા-ઇરાન યુદ્ધને છ મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ હજી સુધી તેને લઈને તેનો કોઈ ઉકેલ નથી.ઉલ્લેખનીય છે કે ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજાેનું સંચાલન કરવું તે અંગે ઓમાન સાથે સમજૂતીની નજીક છીએ. બંને દેશ આ ડીલની અંતિમ શરતો પર કામ કરી રહ્યા છે. હવે અમેરિકાને કોરાણે રાખીને આ પ્રકારનો કરાર થતો હોવાથી ટ્રમ્પ બરોબરના ભુરાંટા થયા છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રાન્ઝિટ રુટના મેપને લઈને ઓમાન સાથે એક પ્રકારની સંમતિ સધાઈ છે. જાે કે તેમણે તેની વિગતો આપી ન હતી.ટ્રમ્પે સાઉદી અરેબિયા-તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારને અત્યંત મહત્ત્વના, જબરદસ્ત અને વ્યૂહાત્મક ગણાવ્યા હતા. ટ્રમ્પે આ કરારને આ ત્રણેય દેશોના સ્વબચાવનો વધુ એક મહત્ત્વનો અર્થપૂર્ણ માર્ગ ગણાવ્યો હતો. ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે આ ત્રણેય દેશોને સંરક્ષણ કરાર કરતાં જાેઈને મને આનંદની લાગણી થઈ છે. આ બતાવે છે કે મધ્યપૂર્વ કઈ રીતે જાેડે આવી રહ્યું છે. આ માટે ત્રણેય દેશોની નેતાગીરી અભિનંદનને પાત્ર છે.આ ઉપરાંત ટ્રમ્પે સાઉથ કોરીયા સાથેની સંયુક્ત લશ્કરી કવાયતનું કદ ઘટાડવા આહવાન કર્યુ હતુ. ંસાઉથ કોરીયાએ ઇરાનને ડીન્યુક્લિયરાઇઝ કરવાના ટ્રમ્પના પ્રયત્નમાં જાેડાવવાનો ઇન્કાર કર્યા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું. તેણે ઉમેર્યુ હતું કેવ ાસ્તવમાં આ પ્રકારની કવાયતોને કોઈ અર્થ નથી. તેને બંધ કરવી જાેઈએ. હવે હાલમાં આ કવાયત બંધ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે, તેથી તે રદ ન થઈ શકે તો તેના કદમાં ઘટાડો કરવો જાેઈએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં તાજેતરમાં જ સાઉથ કોરીયાના પ્રમુખને ઇરાનને ડીન્યુક્લિરાઇઝ કરવાના પ્રયત્નમાં જાેડાવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે ઇન્કાર કર્યાે હતો.




