
ભારતની ચૂંટણીનું આપ્યું ઉદાહરણ ટ્રમ્પે અમેરિકામાં Voter ID ફરજિયાત કરવાની કરી હિમાયત ભારતની તાજેતરની સામાન્ય ચૂંટણીમાં ૬૪૬ મિલિયન જેટલા મતદારોએ મતદાન કર્યું હતું : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ચૂંટણી પ્રક્રિયા અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અમેરિકામાં દરેક મતદાર માટે માન્ય ફોટો ઓળખપત્ર (Voter ID) ફરજિયાત બનાવવાની ફરી હિમાયત કરી છે. આ દરમિયાન તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયાનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરે છે અને મતદાન માટે માન્ય ફોટો ઓળખપત્ર જરૂરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પરની પોસ્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ‘SAVE America Act’ પસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારતની તાજેતરની સામાન્ય ચૂંટણીમાં ૬૪૬ મિલિયન જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને એક ટકાથી પણ ઓછા લોકોએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યાે હતો. તેમણે દાવો કર્યાે કે ભારતમાં દરેક મતદાર માટે માન્ય ફોટો ઓળખપત્ર જરૂરી છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યાે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં તેમના વહીવટને સવાલ કર્યાે હતો કે માન્ય ફોટો ઓળખપત્ર વિના અમેરિકામાં ચૂંટણી કેવી રીતે યોજી શકાય. જાેકે, ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ દાવાઓના તમામ પાસાઓ અંગે અલગથી સત્તાવાર પુષ્ટિ જરૂરી છે.ટ્રમ્પના સમર્થનમાં સતત દબાણ કરી રહ્યા છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ મતદાર તરીકે નોંધણી કરાવવા માટે નાગરિકતાનો પુરાવો રજૂ કરવાની અને દેશભરમાં મતદાર ઓળખપત્રની વ્યવસ્થા કરવાની જાેગવાઈઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પનું કહેવું છે કે આવા પગલાંથી ચૂંટણીમાં છેતરપિંડી રોકવામાં મદદ મળશે. તેઓ અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં મતદાર ઓળખ અને નાગરિકતાની ચકાસણીને વધુ કડક બનાવવાની માંગ કરી રહ્યા છે.જાેકે, SAVE America Act અંગે અમેરિકામાં રાજકીય મતભેદો પણ જાેવા મળી રહ્યા છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષોમાં આ મુદ્દે સંપૂર્ણ એકમત નથી. ટ્રમ્પે કાયદો પસાર કરવા માટે ફરીથી અપીલ કરી છે, પરંતુ સેનેટમાં તેને લઈને હજુ સુધી કોઈ અંતિમ પગલું લેવામાં આવ્યું નથી. ભારતની ચૂંટણી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે અમેરિકામાં પણ મતદાર ઓળખપત્રને ફરજિયાત બનાવવાની પોતાની માંગને વધુ વેગ આપ્યો છે. હવે આ મુદ્દે અમેરિકન રાજકારણમાં આગળ શું ર્નિણય લેવાય છે તેના પર સૌની નજર રહેશે.




