
વિજય સેતુપતિ રામાયણમાં વિભિષણનો રોલ કરવાનો હોવાની ચર્ચા રણબીર કપૂરની રામાયણમાં હવે વિજય સેતુપતિની એન્ટ્રી
ફિલ્મમાં યશ રાવણના રોલમાં , સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં હોવાની ચર્ચા નિતિશ તિવારીની રમાયણ એવી ફિલ્મ છે, જેની આ વર્ષે સૌથી વધુ રાહ જાેવાઈ રહી છે. મહાકાય બજેટમાં બની રહેલી આ ફિલ્મની કાસ્ટની વાત હોય કે પછી તેની ટેન્કોલોજીની વાત, તેની ચર્ચાઓ ચાલ્યા જ કરે છે. આ ફિલ્મમાં પહેલાંથી જ મજબુત કાસ્ટ ચર્ચામાં છે, હવે તેમાં વધુ એક મજબુત કલાકાર જાેડાયો હોવાની ચર્ચા છે. એવા અહેવાલો છે કે તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ આ ફિલ્મમાં વિભિષણનો રોલ કરી શકે છે. આ અંગેના કેટલાક અહેવાલો અનુસાર, ફિલ્મના મેકર્સ રામાયણમાં વિભિષણના પાત્ર માટે વિજય સેતુપતિના નામ પર વિચાર કરી રહ્યા છે, જે લંકાપતિ રાવણનો નાનો ભાઈ હતો. રામાયણની કથામાં વિભિષણ સજ્જનતા અને સત્યના પક્ષે હીને ભગવાન રામ તરફથી રાવણ સામે યુદ્ધ લડ્યા હતા. અહેવાલો અનુસાર મેકર્સ વિજય સાથે વાટાઘાટો કો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી.આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઇ પલ્લવી રામ-સીતાના રોલમાં હોવાની વાત તો હવે જાહેર છે,
સાથે જ આ ફિલ્મમાં યશ રાવણના રોલમાં , સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં હોવાની ચર્ચા છે. તેમાં હવે વિજય સેતુપતિનું નામ પણ જાેડાયું છે. આ ફિલ્મનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે અને તેણે હોલિવૂડના જાણીતા સંગીતકાર હંસ ઝીમર સાથે મળીને આ ફિલ્મનું સંગીત આપ્યું છે. ૨૭ માર્ચે રામનવમીના દિવસે આ ફિલ્મની પહેલી ઝલક જાહેર કરવાનો ર્નિણય લેવાયો છે. ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે એક ખાસ કાર્યક્રમમાં ફિલ્મની પહેલી ઝલક જાેવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે અને પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર તેમજ ૨૦૨૭ની દિવાળી પર બીજાે ભાગ રિલીઝ થશે.




