
શાહરુખ-આલિયા સાથે અણબનાવ? ઈન્સ્ટા પર અનફોલો કરવા મુદ્દે કરણ જાેહરે તોડ્યું મૌન! કરણ જાેહર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૭ મિલિયન થી પણ વધુ ફોલોઅર્સ છે બોલિવૂડ ફિલ્મમેકર કરણ જાેહર સોશિયલ મીડિયા પર પોતાના એક પગલાંને કારણે જાેરદાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ કરણ જાેહરે અચાનક ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના અનેક મોટા કલાકારોને અનફોલો કરી દીધા હતા, જેના કારણે ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે શું કરણ જાેહરને પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે કોઈ અણબનાવ થયો છે? જાેકે, હવે આ તમામ અટકળો અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કરણ જાેહરે પોતે જ આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે.પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્પષ્ટતા કરતા કરણ જાેહરે જણાવ્યું છે કે, સેલેબ્સને અનફોલો કરવાનો ર્નિણય કોઈ અંગત વિવાદ કે ઝઘડાના કારણે નથી લેવાયો, પરંતુ આ એક માત્ર ‘ડિજિટલ ડિટોક્સ’છે. કરણે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, ‘આ એક ડિજિટલ ડિટોક્સ છે! ઇન્સ્ટાગ્રામ પર મારો સમય અને એનર્જીનો બગાડ ઓછો કરવા માટે હું દરેકને અનફોલો કરી રહ્યો છું! ભગવાન માટે, આ કઈ નેશનલ ન્યૂઝ ન હોઈ શકે… મહેરબાની કરીને ક્લિકબેટ માટે કોઈ બીજાે મુદ્દો શોધો! આ બિલકુલ બિનજરૂરી બાબત છે!’આ પહેલા નેટીઝન્સે નોટિસ કર્યું હતું કે કરણ જાેહરના ઇન્સ્ટાગ્રામ ફોલોઇંગ લિસ્ટમાંથી બોલિવૂડના મોટા-મોટા નામો ગાયબ થઈ ગયા હતા. કરણે શાહરૂખ ખાન ઉપરાંત કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા નજીકના મિત્રોને પણ અનફોલો કરી દીધા હતા. જાેકે, સૌથી રસપ્રદ વાત એ રહી કે આ બધાની વચ્ચે પણ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હજી પણ કરણના ફોલોઇંગ લિસ્ટમાં સામેલ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ જાેર પકડ્યું હતું.કરણ જાેહર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૭ મિલિયન (૧.૭ કરોડ)થી પણ વધુ ફોલોઅર્સ છે. પરંતુ આ ડિજિટલ ડિટોક્સના કારણે એક સમયે તેના અકાઉન્ટમાં ફોલોઇંગની સંખ્યા ઘટીને માત્ર ૭૮ થઈ ગઈ હતી. કરણ હવે પોતાનો કિંમતી સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં બગાડવા નથી માંગતો અને તેથી જ તેણે આ ર્નિણય લીધો છે.



